મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મોરબીના માળીયામાં ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું

મોરબી જિલ્લાના માળીયા વિસ્તારમાં ગેરકાયદે રેતી ખનન સામે રેન્જ આઈજીની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે. હરિપ

મોરબી જિલ્લાના માળીયા વિસ્તારમાં ગેરકાયદે રેતી ખનન સામે રેન્જ આઈજીની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે. હરિપર ગામ નજીક નદીમાંથી ચાલી રહેલા ગેરકાયદે ખનન દરમિયાન એક હીટાચી મશીન અને બે હુડકા બોટ જપ્ત કરવામાં આવી છે. ઉપરાંત રેતી ભરીને નીકળી ગયેલા આશરે દસ જેટલા ડમ્પરોને પણ ઝડપી પાડવામાં આવ્યા છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ 2.64 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવાયો હોવાનું સામે આવ્યું છે. ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓને સાથે રાખીને કાયદેસરની દંડાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ અને પ્રશાસનની આ કાર્યવાહીને કારણે રેતી માફિયાઓમાં હડકંપ મચી ગયો છે.

આ સમાચાર શેર કરો