મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દાહોદમાં MRF ટાયરના શોરુમમાં વિકરાળ આગ લાગતા સર્જાઈ અફરાતફરી

દાહોદ જિલ્લાના દેવગઢબારિયામાં MRF ટાયરના શોરૂમમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. દેવગઢબારિયાના ધાનપુર રોડ વિ

દાહોદ જિલ્લાના દેવગઢબારિયામાં MRF ટાયરના શોરૂમમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. દેવગઢબારિયાના ધાનપુર રોડ વિસ્તારમાં આવેલા લક્ષ્મીનારાયણ ટાયરના શોરૂમમાં આગ લાગી હતી. અચાનક વિકરાળ આગ લાગવાની ઘટના બનતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આ પણ વાંચો : ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી સહિત કુલ ત્રણ સામે બોનસ કેસ મામલે કોર્ટમાં ચાર્જ ફ્રેમ

MRF ટાયરના શોરૂમમાં વિકરાળ આગ લાગતા આકાશમાં ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ  ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેમાં નગરપાલિકા ચીફ ઓફિસર સહિતનો સ્ટાફ  ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગને કાબુ મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી. આગ એટલી વિકરાળ હતી કે નગરપાલિકાના ફાયર ફાઈટર સાથે સ્થાનિક લોકો પણ આગને કાબુ મેળવવા માટે જોતરાયા હતા. ફાયર ફાઈટરો સાથે પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

આ સમાચાર શેર કરો