ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી સહિત કુલ ત્રણ સામે બોનસ કેસ મામલે કોર્ટમાં ચાર્જ ફ્રેમ
ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી વિપુલ ચૌધરી સામે કોર્ટમાં ચાર્જ ફ્રેમ ક

ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી વિપુલ ચૌધરી સામે કોર્ટમાં ચાર્જ ફ્રેમ કરવામાં આવી છે. મહેસાણાની દૂધ સાગર ડેરીના બોનસ કેસ મામલે વિપુલ ચૌધરી સહિત કુલ ત્રણ લોકો સામે અમદાવાદ કોર્ટમાં ચાર્જ ફ્રેમ કરવામાં આવી છે.
મહેસાણાની દૂધ સાગર ડેરીના બોનસ કેસ મામલે આરોપી વિપુલ ચૌધરી, આશાબેન ઠાકોર અને નિશિત બક્ષી સામે ચાર્જફ્રેમ કરવામાં આવી છે. દૂધસાગર ડેરીમાં ૧૪ કરોડના બોનસ મામલે કેસ દાખલ થયો હતો. આ બોનસ કેસમાં ૨૩૦૦થી વધુ સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા તેમજ ૨૫ હજારથી વધુ દસ્તાવેજી પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા. આ તમામ સાક્ષીઓ અને પુરાવાને ધ્યાનમાં રાખીને અમદાવાદ કોર્ટે ત્રણેય આરોપી વિરુદ્ધ ચાર્જ ફ્રેમ કરી છે.
આ પણ વાંચો : સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા ઠેર ઠેર નાગરિકો વિરોધના મૂડમાં, 'સુવિધા નહિં તો વોટ નહિં'
શું હતો સમગ્ર મામલો?
મહેસાણાની દૂધસાગર ડેરીમાં કરોડોનું પ્રોત્સાહન બોનસ ચૂકવી તેની 80 ટકા રકમ પરત મેળવી જ્વેલરીમાં રોકાણ કરવાના તથા મહારાષ્ટ્રમાં વિનામૂલ્યે સાગરદાણ મોકલી મંડળીને 22 કરોડનું નુકસાન કરવા સહિતના કેસમાં CID એ છ વર્ષ બાદ વિપુલ ચૌધરીની ધરપકડ કરી હતી. દુધસાગર ડેરી કૌભાંડમાં સાગરદાણ કૌભાંડ, પ્રોત્સાહન બોનસની ઉચાપત, હોદ્દા વગર ડેરીની બેઠકમાં હાજરી આપવા સહિતના આરોપ હેઠળ વિપુલ ચૌધરી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીઓ દ્વારા ઉચાપતથી મેળવેલી રકમનું રોકાણ જૈનમ ઇન્ડસ્ટ્રીઝ અને જ્વેલરીમાં કરવામાં આવ્યું હતું તેવો પણ ચાર્જશીટમાં ઉલ્લેખ કરાયો હતો.






