મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ખેરાલુમાં ચાર મિત્રો વચ્ચે પૈસાની લેતીદેતી મામલે થઈ મારામારી, યુવાનના મોતનો CCTV વાયરલ

મહેસાણાના ખેરાલું શહેરમાં મારામારીની ઘટના બની હતી અને બનાવના સીસીટીવી કેમેરા પણ

મહેસાણાના ખેરાલું શહેરમાં મારામારીની ઘટના બની હતી અને બનાવના સીસીટીવી કેમેરા પણ સામે આવ્યા હતા. પોલીસે આ સમગ્ર મામલામાં બે આરોપીઓની ધરપકડ કરી હતી.

સમગ્ર મામલામાં બે આરોપીઓની ધરપકડ

ખેરાલુ ખોખરવાડા ખાડીયામાં ઠાકોરવાસ નજીક ચાર મિત્રો વચ્ચે સામાન્ય પૈસાની લેતી દેતીમાં માથાકૂટ થઈ હતી. આ સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, ત્યારબાદ તે મારામારીમાં ફેરવાઈ હતી. ખેરાલુમાં રહેતા ઠાકોર ગોવિંદજી છનાજીને ઢોર માર મારવામાં આવ્યો હતો.

યુવકને માર મારવાથી તેનું મોત થયું

માથાકૂટમાં યુવકને માર મારવાથી તેનું કરૂણ મોત થયું હતું. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થી હતી. પોલીસે  સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો