VIDEO: અમરેલીમાં ખેડૂતે કારને આપી સમાધિ, ઢોલ-નગારા સાથે કાઢ્યું સરઘસ; સાધુ-સંતોએ અનુષ્ઠાન કર્યું
અમરેલી જિલ્લાના પાડરસિંગા ગામમાં અનોખી ઘટના સામે આવી છે. એક ખેડૂતે પોતાની જૂની કારને સમાધિ આપીને સ્મારક બનાવડાવ્યું છે.આ દર
અમરેલી જિલ્લાના પાડરસિંગા ગામમાં અનોખી ઘટના સામે આવી છે. એક ખેડૂતે પોતાની જૂની કારને સમાધિ આપીને સ્મારક બનાવડાવ્યું છે.આ દરમિયાન વિધિ-વિધાનથી પૂજા-પાઠ કરવામાં આવ્યા હતા અને આખા ગામમાં ધામધૂમથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાધુ-સંતોની હાજરીમાં ખાડો ખોદીને કારને દફનાવવામાં આવી હતી.
ખેડૂતે કારને સમાધિ આપી
અત્યાર સુધી તમે સાધુ-સંતો કે કેટલાક સમુદાયોમાં સમાધિ આપવાની વાતો તો સાંભળી હશે પણ અમરેલી જિલ્લામાં એક અનોખી ઘટના સામે આવી છે. અમરેલીના લાઠી તાલુકાના પાડરસિંગા ગામમાં ખેડૂત સંજય પોલરાએ પોતાની જૂની કારને સમાધિ આપીને એક સ્મારક બનાવડાવ્યું છે.
ઢોલ-નગારા સાથે ગામના લોકો જોડાયા
અમરેલીના લાઠી તાલુકાના પાડરસિંગા ગામના લોકો ઢોલ-નગારા અને ડીજે વગાડી રહ્યાં હતા. ખેડૂત સંજય પોલરાની જૂની કારને ફૂલોથી સજાવવામાં આવી હતી. સંતો અને મહંતોની ખાસ હાજરીમાં આખુ ગામ કારને સમાધિ આપવા માટે પહોંચ્યું હતું. સંજય પોલરાએ વર્ષ 2013-14માં કાર ખરીદી હતી. ખેડૂત સંજય પોલરાનું માનવું છે કે આ કારને કારણે તેના જીવનમાં પ્રગતિ થઇ છે માટે તે પોતાનું વાહન વેચવાની જગ્યાએ તેને સમાધિ આપવા માંગતો હતો.
પોતાની કારને લકી માનનારા ખેડૂત સૂરતમાં કંસ્ટ્રક્શનના બિઝનેસમાં જોડાયેલો છે. કાર આવ્યા બાદ તેનો મોભો વધ્યો હતો.સમાજમાં સારૂ નામ થયું હતું. ફૂલમાળાથી સજાવેલી કારને સમાધિ આપ્યા પહેલા અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું. તે બાદ કારને સમાધિ આપનારા ખાડામાં ઉતારવામાં આવી હતી અને પછી બુલડોઝરથી કારની ઉપર માટી નાખવામાં આવી હતી.
આ પણ વાંચો: 'વીજળી' બોટની જળસમાધિને 136 વર્ષ: ગુજરાતમાં બની હતી ટાઇટેનિક જેવી ઘટના, 1300 લોકોના થયા'તા મોત
કારને કેમ આપી સન્માનજનક વિદાય
ખેડૂતનું માનવું છે કે આ કાર આવ્યા બાદ તેના જીવનમાં સકારાત્મક બદલાવ આવ્યો છે, આ કારણે તેને વેચવાની જગ્યાએ ખેડૂત એક સમ્માનજનક વિદાય આપવા માંગતો હતો, તેની આ ભાવનામાં ગામના અન્ય લોકોએ પણ સાથ આપ્યો હતો અને આખો ગામમાં ઢોલ-નગારા અને ડીજેની ધુનો વચ્ચે સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અનોખા આયોજનમાં વિશેષ પૂજા માટે મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને અંતિમ સંસ્કારની જેમ વિધિથી કારને જમીનમાં સમાધિ આપવામાં આવી હતી. આ પ્રસંગે ખેડૂતના સંબંધી અને અન્ય લોકો અમદાવાદ,સુરત અને આસપાસના વિસ્તારમાંથી સામેલ થવા માટે પહોંચ્યા હતા. અમરેલીના પાડરસિંગા ગામની ગુજરાત જ નહીં પણ દેશભરમાં ચર્ચા થઇ રહી છે.








