VIDEO: અંબાજી નજીકના હાઈવે પર ભેખડો ધસી પડી, એક તરફનો ધોરીમાર્ગ કરાયો બંધ
રાજ્યમાં ભારે વરસાદના કારણે પર્વતિય સ્થળો પર ભેખડો ધસવાની ઘટના સામે આવતી રહેતી હોય છે.ત્યારે ગુજરાત અને રાજસ્થ
રાજ્યમાં ભારે વરસાદના કારણે પર્વતિય સ્થળો પર ભેખડો ધસવાની ઘટના સામે આવતી રહેતી હોય છે.ત્યારે ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર મોટી ઘટના સર્જાઇ હતી.અંબાજી નજીકના હાઈવે પર ભેખડો ધસી પડતા એક તરફ નો માર્ગ લોકો માટે બંધ કરવામાં આવ્યો છે.
છાપરી નજીક પહાડ ઉપરથી ભેખડો પડ
અંબાજી થી આબુરોડ હાઈવે માર્ગ પર છાપરી નજીક પહાડ ઉપરથી ભેખડો પડતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો.રાજસ્થાન પોલીસે તાત્કાલીક આવીને લોકોની સુરક્ષા માટે એક તરફનો માર્ગ બંધ કરાવ્યો હતો.
આબુ, જયપુર, ઉદયપુર, જોધપુર તરફ હજારો વાહનો થાય છે પસાર
આ દરમ્યાન જો કોઇ વાહન આવી ગયું હોત તો મોટી જાનહાની સર્જાઈ હોત.ફોર લેન હાઈવે માર્ગ પર આબુ, જયપુર, ઉદયપુર, જોધપુર તરફ હજારો વાહનો આ માર્ગથી પસાર થાય છે.






