VIDEO: યાત્રાધામ દ્વારકામાં માનવ મહેરામણ ઉમટતા અફરા તફરી જેવી પરીસ્થિતિ જોવા મળી
યાત્રાધામ દ્વારકામાં આજે સવારે મોટી સંખ્યામાં ભક્તો ઉ
યાત્રાધામ દ્વારકામાં આજે સવારે મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભગવાન શ્રીકૃષ્ણના દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ લાંબી કતારમાં ઉભા હતા ત્યારે અચાનક ભીડનો દબાણ વધતા વ્યવસ્થા માટે મૂકવામાં આવેલા લોખંડના બેરીગેટ તૂટી પડ્યા હતા.
આ દરમિયાન થોડો સમય અફડા-તફડીનો માહોલ સર્જાયો હતો અને ભક્તોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી. લોખંડનો ગેટ નીચે પડ્યા છતાં તમામ યાત્રાળુઓને ચમત્કારીક રીતે ઇજા વિના બચાવવામાં આવ્યા હતા







