VIDEO: પાલનપુર-આબુ હાઇવે પર ખેમાણા ટોલ પ્લાઝા પાસે કારમાં લાગી આગ
પાલનપુર-આબુ હાઇવે પર ખેમાણા ટોલ પ્લાઝા પાસે કારમાં આગ લાગી હતી. હાઇવે પર કારમાં આગને કારણે ટ્રાફિક જામના દ્રશ્
પાલનપુર-આબુ હાઇવે પર ખેમાણા ટોલ પ્લાઝા પાસે કારમાં આગ લાગી હતી. હાઇવે પર કારમાં આગને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે, કારમાં આગ કેવી રીતે લાગી તેનું કારણ જાણવા મળ્યું નહતું.
આબુ હાઇવે પર કારમાં લાગી આગ
પાલનપુર-આબુ હાઇવે પર ખેમાણા ટોલ પ્લાઝા પાસે કારમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. કારમાં આગ લાગતા જ વાહન ચાલક તરત જ બહાર નીકળી ગયો હતો. આગને કારણે હાઇવે પર ટોલ પ્લાઝા પાસેથી પસાર થતા વાહ ચાલકો અટવાયા હતા. ભારે જહેમત બાદ ટોલ પ્લાઝા પર હાજર કર્મચારી અને ફાયર વિભાગે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, કારમાં ક્યા કારણોસર આગ લાગી તે જાણવા મળ્યું નહતું.






