VIDEO: વાઘોડિયામાં રોડ ઉપર ખોદેલા ખાડામાં પડ્યો બાઈક સવાર, થયો ગંભીર ઈજાગ્રસ્ત
વડોદરા જીલ્લાનાં વાઘોડિયા નગરપાલિકાનો અણઘડ વહીવટનો નમૂનો સામે આવ્યો છે. મોડી રાત્રે જાહેર માર્ગ પર ખોદેલ
વડોદરા જીલ્લાનાં વાઘોડિયા નગરપાલિકાનો અણઘડ વહીવટનો નમૂનો સામે આવ્યો છે. મોડી રાત્રે જાહેર માર્ગ પર ખોદેલા ખાડામાં એક અજાણ્યો બાઈક ચાલક ખાબક્યો હતો. સ્થાનિકો દ્વારા બાઈક ચાલકનું રેસ્ક્યુ કરી ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. બેરિકેડ ન હોવાથી ખાડામાં બાઈક ચાલક ખાબકતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.
આ પણ વાંચોઃ VIDEO: સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળામાં 3 લાખથી વધુ લોકો ઉમટ્યા, માયાભાઈએ કરાવી મોજ
વાઘોડિયા વિકાસ પથના નામે નગરપાલિકા દ્વારા આડેધડ કામગીરી દરમિયાન ખોદવામાં આવેલા ખાડાના કારણે મોડી રાત્રે એક બાઈક ચાલકનો જીવ જોખમાયો હતો. પાણીની લાઈન રીપેર કરવા માટે નગરપાલિકા દ્વારા જાહેર માર્ગ પર એક વિશાળ ખાડો ખોદવામાં આવ્યો હતો. જોકે રાત્રિ દરમિયાન ખાડા ફરતે બેરીકેટ નહીં લગાડતા બાઈક ચાલક ખાડામાં પડ્યો હતો.
બાઈક ચાલક ખાડામાં ખાબકતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતા સ્થાનિકો દ્વારા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. નગરપાલિકાના અણઘડ વહીવટના કારણે છેલ્લા ચાર-પાંચ દિવસથી ખોદેલા ખાડાના કારણે એક તરફના માર્ગ પર બંને તરફનો વાહન વ્યવહાર કાર્યરત થતા દિવસભર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાય છે છતાં તંત્ર આળસ ખંખેરી કામગીરી પુર્ણ નથી કરતું. લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલા વિકાસ પથમાં ખાડા ખોદી ખોદીને રોડની દયનીય હાલત બનાવી દીધી છે.






