VIDEO: તંત્રની ઘોર બેદરકારી, ઉનામાં વિદ્યાર્થિનીઓને આપવાની 800 સાઈકલો ખાઈ રહી છે ધૂળ
ઉનાના કંસારી ગામે ચામુંડા માતાજીના મંદિરના કંપાઉન્ડમાં એકાદ બે વર્ષથી વિદ્યાર્થિનીઓને મળ
ઉનાના કંસારી ગામે ચામુંડા માતાજીના મંદિરના કંપાઉન્ડમાં એકાદ બે વર્ષથી વિદ્યાર્થિનીઓને મળતી અંદાજીત 800 સાયકલ ધૂળ અને કાટ ખાઈ રહી છે. વહિવટીતંત્રની બેદરકારીથી વિદ્યાર્થીનીઓ સરકારી સહાયથી વંચિત રહી છે.
આ પણ વાંચોઃ VIDEO: મુકેશ ભુવાજીના ધતિંગ/ માતાજીને ધરાવતો ડોક્ટરના વાઘા, રવિવારે ઘરે ભરતો હતો દરબાર
જણાવી દઈએ કે, ઉનાના કંસારી ગામે આવેલ ચામુંડા માતાજીના મંદિરના કંપાઉન્ડમાં સમાજસેવા કલ્યાણ દ્વારા વિદ્યાર્થીનીઓને અપાતી સાયકલો એક કે બે વર્ષથી મળી જ નથી. વિદ્યાર્થિનીઓને સાયકલ ના મળતાં ગામના પૂર્વ સરપંચે મિડિયાનું ધ્યાન દોર્યું હતું. સાથે કોની મિલિભગત છે. અને શા કારણોસર સાયકલો ધૂળ ખાઈ રહી છે અને કાટ ખાઈ ગઈ છે. કોના પાપે વિદ્યાર્થીઓને મળનારી સાઈકલ ભંગાર થઈ અને છોકરીઓને ક્યારે સાયકલ મળશે તે જોવું રહ્યું.
વાલીઓના જણાવ્યા મુજબ આજુબાજુના ચારથી પાંચ ગામની શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને આ સાયકલોની સહાય આપવાની હતી. પરંતુ હાલ સાયકલો કાટ ખાઈ રહી છે. જો સાયકલો ખરાબ છે તો તે શા માટે રિપ્લેસ થઈ નથી. આ સાયકલોના જવાબદાર અધિકારી કોણ?






