મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં NDRFની 8 ટીમો તૈનાત

ગુજરાતમાં ચોમાસું જામ્યું છે, રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદને પગલે NDRFની 8 ટીમો રવાના

ગુજરાતમાં ચોમાસું જામ્યું છે, રાજ્યના  વિવિધ જિલ્લામાં વરસાદને પગલે NDRFની 8 ટીમો રવાના કરવામાં આવી છે. જેમાં ગીર સોમનાથ જીલ્લામાં NDRFની એક ટીમનું આગમન થયું છે.

ગીર સોમનાથ જિલ્લામાં NDRFની ટીમ તૈનાત

કમાન્ડર સહિત 30 જવાનોની ટીમ ખડેપગે રહેશે. આ ટીમને ઉનાના દેલવાડા સાયકલોન સેન્ટર ખાતે તૈનાત કરવામાં આવી છે. ટીમ સાથે 4 બોટ, લાઇફ જેકેટ, દોરડા સહિતની વસ્તુઓ સાથે રખાઈ છે.

રાજકોટમાં NDRFની ટીમ તૈનાત


સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહીના પગલે રાજકોટમાં NDRF ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી.વડોદરાથી એક NDRFની ટીમ સૌરાષ્ટ્ર પહોંચી હતી. NDRFની ટીમમાં 47 જેટલા જવાનોની ટુકડી તમામ રેસક્યુંના સાધનો સાથે સજ્જ છે. લાઇફ જેકેટ,લાઇફબોટ સહિતના સાધનો સાથે ટીમને તૈનાત કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો