Vijapur : વિજાપુર પોસ્ટ ઓફિસથી આનંદપુરા ચોકડી સુધી 70 ટકા દબાણ હટાવાયા
વિજાપુર પોસ્ટ ઓફ્સિથી આનંદપુરા ચોકડી સુધી ટ્રાફિકની સમસ્યા વધુ રહેતી હોવાથી રોડ ઉપ
વિજાપુર પોસ્ટ ઓફ્સિથી આનંદપુરા ચોકડી સુધી ટ્રાફિકની સમસ્યા વધુ રહેતી હોવાથી રોડ ઉપર આવેલા ગેરકાયદેસર લારી-ગલ્લા અને શેડ જેવા અડચણરૂપ દબાણો પાલિકા ચીફ ઓફ્સિર અને તેમની ટીમ દ્વારા 350 થી વધુ દબાણકારોને નોટિસ આપી હતી જેમાં 70ટકા દબાણ હટાવવામાં આવ્યા હતા. નગરપાલિકા ચીફ ઓફ્સિર કલ્પેશ ભટ્ટે જણાવ્યું હતું કે, બે દિવસ અગાઉ નોટિસ આપવામાં આવી હતી.
વિજાપુર શહેરની અંદર ટ્રાફિકની સમસ્યા ઊભી થતા સરકારની સૂચના મુજબ વિજાપુરથી હિંમતનગર જતા બ્રિજ ભયજનક હોવાના કારણે ભારે વાહનોને પ્રતિબંધિત કરેલ છે. જેના કારણે આ વાહનો વિજાપુર શહેરમાં થઈને પસાર થતા હતા જેથી આનંદપુરા ચોકડીથી લઈને પોસ્ટ ઓફ્સિ સુધી ભારે વાહનોને કારણે ટ્રાફિક અત્યંત વધુ જોવા મળે છે. જ્યારે અમુક દબાણકારો રસ્તા ઉપર અને સરકારી જગ્યા ઉપર દબાણ કરી વાણિજ્ય પ્રવૃત્તિ કરી રહ્યા હતા.
આ કાર્યવાહી માં પ્રાંત અધિકારી દેવાંગ રાઠોડ, મામલતદાર શૈલેષસિંહ બારીયા, ચીફ ઓફ્સિર કલ્પેશ ભટ્ટ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે પોસ્ટ ઓફ્સિથી ચક્કર અને આનંદપુરા ચોકડી સુધીના કાચા અને પાકા ગેરકાયદેસર દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટે જણાવ્યું કે આશરે 320 જેટલા દબાણદારોને નોટિસ આપેલ હતી અને એ પૈકી 75% જેવા દબાણો દૂર કરેલ છે. બાકીના દબાણોમાં દબાણદારોએ અમને આશ્વાસન આપ્યું કે તેઓ જાતે દબાણ હટાવી લેશે, એટલે એમને તક આપી છે અને હાલમાં એ લોકો દ્વારા દબાણ હટાવવાની પ્રક્રિયા ચાલુ છે.વિજાપુરથી હિંમતનગર તરફ જતો જે માર્ગ છે, ત્યાં ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવામાં આવેલ છે. જેને કારણે વિજાપુર શહેરમાં થઈને ભારે વાહનો અત્યારે પસાર થઈ રહ્યા છે. બસોનું પણ ડાયવર્ઝન વિજાપુર શહેરમાંથી આપવામાં આવેલ છે. એના કારણે આનંદપુરા ચોકડીથી નગરપાલિકા કચેરી સુધી ટ્રાફિકનું ભારણ ખૂબ જ વધી જવા પામેલ છે અને કોઈ દુર્ઘટના બને એવો ભય સતત સ્થાનિકોને રહ્યા કરે છે. અને આથી જ જે વર્ષોથી આ પ્રમાણે રસ્તા ઉપરની જગ્યાઓમાં પેશ કદમી કરી અને વાણિજ્ય પ્રવૃત્તિ કરી રહેલા ઇસમો છે એમના દબાણો અમે દૂર કર્યા છે. ભવિષ્યમાં પણ નગરપાલિકા કાર્યવાહી ચાલુ રાખશે.











