મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:મૃત્યુને બનાવ્યું માંગલ્ય, સુરતમાં 7 દીકરાની માતાનું 95 વર્ષે નિધન થતાં ઢોલ નગારા સાથે નીકળી અંતિમયાત્રા

જીવનનું અંતિમ સત્ય એટલે મૃત્યુ. પરંતુ સ્વીકારવું ખૂબ કઠીન હોય છે. ત્યારે સુરતમાં એક

જીવનનું અંતિમ સત્ય એટલે મૃત્યુ. પરંતુ સ્વીકારવું ખૂબ કઠીન હોય છે. ત્યારે સુરતમાં એક વયોવૃદ્ધના મૃત્યુને માંગલ્યમાં ફેરવીને સંતાનોએ ઉજવણી કરી હતી. જેથી તેને જોનાર સૌ કોઈ ચોંકી ગયા હતાં. ત્યારે માતાના પાર્થિવ દેહને ઢોલ નગારાના તાલે વિદાય આપનારા સંતાનોએ કહ્યુ કે, જન્મ વખતે ઉત્સવ મનાવાય છે તો મૃત્યુ પછી કેમ નહી.

સગા સંબંધીઓ જોડાયા

પરિવારમા કોઈ સ્વજનનું મૃત્યુ દરેક સભ્ય માટે દુઃખની ઘડી હોય છે. ત્યારે કતારગામ વિસ્તારમાં એક એવી ઘટના જોવા મળી હતી. જેમાં મૃત્યુના પ્રસંગમાં દુઃખ સાથે હરખ જોવા મળ્યો હતો. વૈકુંઠધામ સોસાયટીમા રહેતા મધુભાઈ કાકડીયાના માતાનું 95 વર્ષની ઉંમરે અવસાન થતાં ઢોલ નગારા સાથે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. પરવારજનો અને સગા સંબંધીઓએ અંતિમ યાત્રામાં જોડાયા હતા. સાથે જ મૃતકને વિદાય આપવામાં આવી હતી.

લોકોમાં આશ્ચર્ય

મૃતક મણીબા રામભાઈ કાકડિયાના સંતાનોએ કહ્યુ કે, મૃતક દાદીએ 7 દીકરા અને 8 દીકરીઓની લીલી વાડી મૂકી અંતિમ શ્વાસ લીધા છે. બાના પરિવારના 48 સભ્યોએ અગાઉ દેહદાન જાહેર કર્યા છે. તેઓની અંતિમ યાત્રા ઢોલ નગારા સાથે કાઢવાની ઇચ્છા હતી. જેને લઈ એક બાજુ દુઃખ તો બીજી બાજુ હરખ સાથે અંતિમ યાત્રા યોજી હતી. જેમાં સૌ કોઈ જોડાયા હતા. તો રસ્તે નીકળનારા લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતુ. 

આ સમાચાર શેર કરો