મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:સુરતની ખાડીઓ ભયજનક સપાટીએ, કુંભારીયા ગામના 50 ઘરમાં કમર સુધીના પાણી ભરાતા કરાયું સ્થળાંતર

સુરત શહેર સહિત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત પડી રહેલા વરસાદના કારણે ખાડીઓ

સુરત શહેર સહિત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત પડી રહેલા વરસાદના કારણે ખાડીઓ ભયજનક સપાટીએ વહેવા લાગી છે. જેથી કુંભારીયા ગામમાં પાણી ભરાયા છે. કુંભારીયા ગામના પાદર ફળિયામાં પાણી ભરાયા છે. પાદર ફળિયાના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. અંદાજે 50 જેટલા ઘરો કમર સુધીના પાણી આવી ગયાં છે. જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

બીજાના ઘરે રહેવાની સ્થાનિકોને પડી ફરજ

લોકોના ઘરમાં પાણી ઘુસી જતાં મહાનગરપાલિકાની ટીમ સ્થળ પર પહોંચી હતી. સાથે જ રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. લોકોએ પોતાનો માલ સામાન હટાવી લીધો હતો. ગાદલાં-ગોદડા સહિતનો સામાન પલળી ગયો હતો. જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી હતી.સ્થાનિક કલાબેને કહ્યું કે, દરવર્ષે અહિં પાણી આવી જાય છે. તકલીફ હમણાં વધારે થાય છે. રહેવા અને ખાવાના ઠેકાણા નથી હોતા. કોના ઘરમાં કેટલા દિવસ સાજા માંદા રહેવું.

કચરાના કારણે દર વર્ષે સમસ્યા

લાલુભાઈએ કહ્યું કે, અહિં પાણીની સમસ્યા છે. પાણીની સમસ્યા કચરાના હિસાબે છે. દિવાલ પડી ગઈ છે મહાદેવ મંદિર પાસે જેથી પાણીનો નિકાલ થતો નથી. કુંભેશ્વર મંદિર પાસે જ્યાં દિવાલ પડી ત્યાં પણ કચરો છે. પાંચ દિવસથી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પણ કોઈ જ કાર્યવાહી થઈ નથી. બે દિવસથી કોઈને જમવાનું મળ્યું નથી.

આ સમાચાર શેર કરો