મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'કમલમમાં 400 ગાડીઓ ભાડે રાખી આચરી ઠગાઇ', ભાજપના કાર્યકર્તા સામે કાર્યવાહી કરવા માંગ

કમલમમાં ભાજપના બક્ષીપંચ મોરચા સાથે જોડાયેલા કાર્યકર્તા દ્વારા દ્વારા 400 જેટલી ગાડીઓ પર

કમલમમાં ભાજપના બક્ષીપંચ મોરચા સાથે જોડાયેલા કાર્યકર્તા દ્વારા દ્વારા 400 જેટલી ગાડીઓ પર ગેરકાયદેસર કબ્જો કરી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પીડિતોને લઇને ભાજપના કાર્યકર્તા સામે ફરિયાદ નોંધાવવા માટે અમદાવાદ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા. ભાજપના કાર્યકર્તા સામે જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો ધરણાની ચિમકી પણ ઉચ્ચારી હતી.

શું છે ઘટના?

કમલમમાં ભાજપના બક્ષીપંચ મોરચા સાથે જોડાયેલા પ્રિન્સ મિસ્ત્રી દ્વારા 400 જેટલી ગાડીઓ અમુક ચોક્કસ રકમ આપવાના કરાર કરી ભાડે રાખી હતી. આગળ જતા પ્રિન્સ મિસ્ત્રીએ માસિક ભાડાનો હપતો ચુકવ્યો નથી અને ગાડીઓ પણ મૂળ માલિકોને પરત કરી નથી. ભાજપના નેતાએ સુઆયોજિત રીતે એક કૌભાંડ આચરી રાજ્યના 300થી વધુ લોકોની ગાડીઓ પર ગેરકાયદેસર કબ્જો જમાવ્યો છે.પ્રિન્સ મીસ્ત્રીએ એક પોલીસ કોન્સ્ટેબલ સાથે મળીને ઠગાઇ આચરી હોવાની જિગ્નેશ મેવાણીએ આરોપ લગાવ્યો છે

જિગ્નેશ મેવાણીએ શું કહ્યું?

વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું કે, "લોકસભા ચૂંટણી 2024માં ભાજપના ગાંધીનગર સ્થિત કાર્યાલય કમલમ ખાતે અમારે કેટલાક વાહનોની જરૂર છે તેમ કહીને ભાજપના બક્ષીપંચ મોરચા સાથે જોડાયેલા પ્રિન્સ મિસ્ત્રી નામના એક કાર્યકર અને ડોડિયા સરનેમ ધરાવતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ બન્નેએ ગુનાહિત ષડયંત્રના ભાગરૂપે અમદાવાદના નાગરિકો પાસેથી 400 ફોર વ્હીલર લીધી હતી. આ બન્નેએ અમદાવાદના નાગરિકોને એમ કહીને ગાડી મેળવી કે કમલમમાં ગાડીની જરૂર છે તો આપો મહિને 35 હજાર રૂપિયા ભાડુ આપીશું. 400 ગાડીઓ ભાજપના નેતાઓ ચાઉં કરી ગયા છે. આ સાથે જ કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ ગાડીઓનો ગેરકાયદેસર પ્રવૃતિઓમાં ઉપયોગ થતો હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.

આ સમાચાર શેર કરો