મુખ્ય સામગ્રી પર જાઓ

Mehsana news: કડીમાં નીતિન પટેલની એક્ટીવાની ડેકીમાંથી 4 લાખ રોકડની ચોરી, ઘટના CCTV માં કેદ

કડીમાં રૂ.4 લાખની રોકડ ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. એક્ટીવાની ડેકીમ

કડીમાં રૂ.4 લાખની રોકડ ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. એક્ટીવાની ડેકીમાંથી બે લબર મૂછિયાઓએ રોકડ રકમ સેરવી લીધી હતી. સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ છે. આ અંગે પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

કડીના થોળ રોડ રાજેશ્વરી સોસાયટીમાં નીતિન પટેલ નામના યુવકની એકટીવાની ડેકીમાંથી ચાર લાખ રૂપિયા રોકડની ચોરી થઈ છે. આ યુવક બેન્કમાંથી 5 લાખની રોકડ લઈને નીકળ્યો હતો. બે લબર મૂછિયા યુવકની એક્ટીવાનો પીછો કરી તેના ઘર સુધી પહોંચ્યા હતા. યુવક મોપેડ ઘરે નજીક મૂકી જમવા બેઠો હતો, ત્યારે આ બંને ઇસમો એક્ટીવાને ધક્કો મારી ચોરી ગયા હતા અને ડેકીમાં મૂકેલી પાંચ લાખ રોકડ પૈકી ચાર લાખની ચોરી કરી ફાયર સ્ટેશન નજીક મોપેડ મૂકી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ છે. પોલીસ અંગે કાર્યવાહી હાથ ધરી ચોરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. 

આ સમાચાર શેર કરો