મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સુરતમાં ગેસ લીકેજની આગથી 3 દાઝ્યાં, પાંચ દુકાનો બળીને ખાક થતાં વળતરની માગ સાથે વિરોધ

સુરતમાં હાલ શિયાળાની કડકડતી ઠંડીમાં પણ વિકાસના કામો ચાલી રહ્યાં છે. ત્યારે આજે ગોડાદરા વિસ્તારમ

સુરતમાં હાલ શિયાળાની કડકડતી ઠંડીમાં પણ વિકાસના કામો ચાલી રહ્યાં છે. ત્યારે આજે ગોડાદરા વિસ્તારમાં ગેસ લીકેજ થતાં ત્રણ લોકો દાઝ્યા હતાં. ખોદકામ વખતે ગેસ લાઇન લીકેજ થઈ હતી. જેથી ભયના માહોલ વચ્ચે લોકોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આગે એકાએક વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેથી કામ કરી રહેલા ત્રણ લોકો દાઝી ગયા હતાં. જેથી ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.બીજી તરફ આગના પગલે આસપાસની પાંચેકથી વધુ દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી. જેથી દુકાનદારો સહિતના લોકોએ નુકસાનના વળતરની માગ કરતાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ પણ વાંચોઃ સુરતમાં યુવતીની તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા, બીજા સાથે અફેર હોવાની શંકાએ મંગેતર બન્યો હત્યારો

આ સમાચાર શેર કરો