VIDEO: છોટાઉદેપુરમાં 27 સફેદ પથ્થરની ખાણો થઈ બંધ, 10 હજાર મજૂરોની રોજગારી છિનવાઈ
ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં આવેલી 27 જેટલી સફેદ પથ્થર ખાણો પર એન્વાયરમેન્ટ સર્ટિફિકેટના અભાવે તાળાં વાગ્યા
ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં આવેલી 27 જેટલી સફેદ પથ્થર ખાણો પર એન્વાયરમેન્ટ સર્ટિફિકેટના અભાવે તાળાં વાગ્યા છે. હવે સમગ્ર વિસ્તારના ડોલોમાઈટ ઉદ્યોગ સામે અંધારું મંડાઈ રહ્યું છે. પરિણામે 100 જેટલી ફેક્ટરીઓ બંધ થવાની કગાર પર છે.
10 હજાર મજૂરોની રોજગારી છિનવાઈ
સ્થાનિક ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હોવા છતાં, હજુ સુધી રાજ્ય સરકાર તરફથી કોઈ યોગ્ય પગલાં લેવાયા નથી.ફેક્ટરીઓ બંધ થતાં 10,000થી વધુ મજૂરોની રોજગારી જતા રહી છે, જ્યારે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અને આસપાસના સહાયક વ્યવસાયોને પણ મોટા પ્રમાણમાં અસર થવાની ભીતિ છે.
જાહેરાત







