મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વીરપુરમાં સંત શિરોમણી જલારામ બાપાની 225મી જન્મ જયંતી, ગામમાં દિવાળી જેવો માહોલ

રાજકોટમાં આવેલા સુપ્રસિધ્ધ યાત્રાધામ વીરપુરમાં સંત શિરોમણી જલારામ બાપાની આજે 225મી જન

 રાજકોટમાં આવેલા સુપ્રસિધ્ધ યાત્રાધામ વીરપુરમાં સંત શિરોમણી જલારામ બાપાની આજે 225મી જન્મ જયંતી છે. 225મી જન્મ જયંતીને લઈને યાત્રાધામ વીરપુરમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં લાગુ થશે સ્ટ્રીટ વેન્ડીંગ પોલિસી, ફૂડ સ્ટોલવાળા અને ફેરિયાઓ ગમે ત્યાં નહીં કરી શકે વેપાર

વીરપુરમાં નીકળશે ભવ્યથી અતિ ભવ્ય શોભાયાત્રા

વીરુપરવાસીઓએ ઘેર ઘેર આંગણે અવનવી રંગોળીઓ કરી છે, વીરપુર ગામમાં આજે ભવ્યથી અતિ ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે. સ્થાનિકોએ જલારામ બાપાના જીવન ચરિત્રની રંગોળી બનાવવામાં આવી છે.

આજથી 225 વર્ષ પહેલા ચાર નવેમ્બર, 1799 અને વિક્રમ સંવંત 1856ના કારતક સુદ સાતમના દિવસે ગોંડલ પાસે વીરપુરમાં બાપાનો જન્મ થયો હતો. લાખો લોકોના હૈયે વસતા પૂ.જલારામ બાપાની જન્મજયંતિ સૌરાષ્ટ્રભરમાં ધામધૂમથી ઉજવાશે. 

પૂજ્ય બાપાના પરચાની આબેહૂબ રંગોળી પણ કરવામાં આવી છે.  સ્થાનીક મહિલાઓએ જણાવ્યું હતું કે દિવાળીમાં તો બધા રંગોળી કરતા જ હોય છે, પરંતુ વીરપુરમાં તો જાણે આજે જ દિવાળી હોય તેમ યાત્રાધામને સોળે શણગારવામાં આવ્યું છે.

ઘેર ઘેર લોકોએ બનાવી મનમોહક રંગોળી

પ્રસિદ્ધા જલારામ બાપાના મંદિરને પણ શણગારમાં આવ્યું છે.  ફૂલહાર, આસોપાલવના તોરણ બાંધી સમગ્ર ગામને સુશોભિત કરવામાં આવ્યું છે, વીરપુરમાં જાણે બીજી દિવાળી હોય તેમ ફટાકડા ફોડીને આતશબાજી કરીને પૂજ્ય જલારામ બાપાના જન્મદિનના વધામણાં કરવામાં આવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો