મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:ચોંકાવી દેતો ચમત્કાર!! સુરતમાં 2 હજાર લિટરની ટાંકી માથા પર પડી ને મહિલાને ઉની આંચ પણ ન આવી

એક કહેવત છે કે ''' જેને રામ રાખે તેને કોણ ચાખે ''આ ઉક્તિ સુરતમાં ચરિતાર્થ થતી

એક કહેવત છે કે ''' જેને રામ રાખે તેને કોણ ચાખે ''આ ઉક્તિ સુરતમાં ચરિતાર્થ થતી હોય તેમ ચોંકાવી દેતો ચમત્કાર સર્જાયો હતો. ડિંડોલી વિસ્તારમાં મહિલા ઘરની બહાર શેરીમાં નીકળી અને તેના પર બીજા માળેથી 2 હજાર લિટરની પાણી ભરવાની ટાંકી ખાબકી હતી. બોમ્બ બ્લાસ્ટ થવાનો અવાજ આવતાં લોકો દોડી આવ્યા હતાં. જો કે, ટાંકીમાં સમાઈ ગયેલી મહિલાને ઉની આંચ પણ ન આવી હોય તે રીતે બહાર આવતાં લોકોના શ્વાસમાં શ્વાસ આવ્યા હતાં. 

ભંગારવાળાએ ટાંકી ફેંકી હતી

ડિંડોલીના માનસી રેસીડેન્સી વિભાગ-1માં ગત 10 ઓક્ટોબર ના રોજ સવારના નવરાત્રિમાં માતાજીની આરતી થઈ હતી. ત્યાંથી પ્રસાદ લઈને મહિલા પોતાના ઘરે જઈ રહી હતી. આ જ સમયે બીજા માળથી પાણીની ટાંકી તેના પર પડી હતી. મહિલાના માંથા પર ટાંકી પડવા છતાં ઈજાગ્રસ્ત થઈ ન હતી. માનસી સોસાયટીમાં સિક્યોરિટી તરીકે કામ કરતા એસ એમ મિશ્રાએ કહ્યું કે, એક ભંગાર વાળો આવ્યો હતો. જેથી છત પર પડેલી જૂની પાણીની ટાંકી ભંગારમાં આપી દીધી હતી. મહિલા નીચે પ્રસાદ લઈને જઈ રહી હતી. એ વખતે ભંગારવાળાએ ઉપરથી આ ટાંકી નીચે ફેંકી હતી. 

લોકોએ ગણાવ્યો ચમત્કાર

ભંગારવાળાએ ટાંકી ફેંકી તે અગાઉ જોયું તો મહિલા નહોતી. પરંતુ જેવી ફેંકી કે મહિલા રસ્તામાં આવી ગઈ અને ટાંકી તેના પર પડી હતી. મહિલા પહેલા તો ટાંકીમાં ગરક થઈ ગઈ હતી. બધાને થયું કે માથાના ભાગે કે શરીરમાં ગંભીર ઈજા પહોંચી હશે. જો કે, પછી અચાનક જ બહાર આવી ગઈ હતી.લોકોએ આ ઘટનાને માતાજીનો ચમત્કાર ગણાવ્યો હતો. 

આ સમાચાર શેર કરો