VIDEO: નર્મદા ડેમના 15 દરવાજા ખોલાયા, 2.45 લાખ ક્યૂસેક પાણી છોડાતા અદભૂત નજારો
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 94 ટકા જેટલો ભરાઈ જતાં તેમાંથી પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા ડેમમાં
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 94 ટકા જેટલો ભરાઈ જતાં તેમાંથી પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવકમાં ધરખમ વધારો થતાં 15 ગેટ ખોલવામાં આવ્યા છે. નર્મદા ડેમમાં છેલ્લા 24 કલાકમાં 20 સેમીનો વધારો નોંધાયો છે. હાલ 15 ગેટ 1.85 મીટર ખોલી 2 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે નદીકાંઠાના ગામડાઓને એલર્ટ કરાયા છે. ડેમમાંથી કુલ 2,45,000 ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદી ભરપૂર વહે છે. જ્યારે નર્મદા નદીની મુખ્ય કેનાલમાંથી 23,501 ક્યુસેક પાણી છોડી રાજ્યના અનેક તળાવો ભરવામાં આવી રહ્યા છે.
નર્મદા ડેમ માં ઉપરવાસમાંથી પાણીની આવકમાં ધરખમ વધારો
છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 24 સે.મી. નો વધારો
પાણીની આવક વધતા નર્મદા ડેમના 15 દરવાજા ખોલાયા
15 ગેટ 1.85 મીટર ખોલી 2 લાખ ક્યુસેક પાણી છોડાયું
ડેમમાંથી કુલ 2,45,000 ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદી ભરપૂર
આ વર્ષે નર્મદા ડેમમાં બીજી વખત 15 દરવાજાઓ ખોલવામાં આવી રહ્યા છે. નર્મદા નદીના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમમાં પાણીની આવક ભરપૂર થઈ રહી છે. ઉપરવાસમાં મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતાં નર્મદા ડેમમાં 1,67,113 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. સરદાર સરોવર ડેમ તેની ક્ષમતાના 94 ટકા જેટલો ભરાઈ જતાં ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે એના 15 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે, જેનો નજારો અદભુત છે. આ સ્થિતિને પગલે નદીકાંઠાનાં 27 ગામને એલર્ટ કરવામાં આવ્યાં છે. ડેમ હવે ઓવરફ્લો થવાથી માત્ર 1.92 મીટર જ દૂર છે.








