VIDEO: હળવદમાં પાણીના પ્રવાહમાં 14 વિદ્યાર્થીઓ ફસાયા, જીવના જોખમે સ્થાનિકોએ બચાવ્યા
હળવદ તાલુકાના ઘનશ્યામપુર નજીક હાઈવે પર ચાલી રહેલા નાળાના બાંધકામ દરમિયાન ભારે વરસાદને કારણે પાણી ફરી
હળવદ તાલુકાના ઘનશ્યામપુર નજીક હાઈવે પર ચાલી રહેલા નાળાના બાંધકામ દરમિયાન ભારે વરસાદને કારણે પાણી ફરી વળતાં 14 વિદ્યાર્થીઓ પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા. સ્થાનિક સામાજિક આગેવાનો હરદેવસિંહ ઝાલા અને અર્જુનસિંહ ઝાલા સહિત ગ્રામજનોએ જીવના જોખમે ભારે જહેમત બાદ આ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.
ઘટના બાદ સામાજિક આગેવાનો દ્વારા એક વિડિયો વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં ધારાસભ્ય પર કટાક્ષ કરતાં તેમને "એસી ચેમ્બરમાંથી બહાર આવી લોકોની તકલીફો જોવા"ની અપીલ કરવામાં આવી છે. વિડિયોમાં ચાલી રહેલા બાંધકામની ધીમી ગતિ અને વરસાદમાં સ્થાનિકોને થતી મુશ્કેલીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.








