મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાંથી 14 નકલી ડૉક્ટર ઝડપાયા, 1200 જેટલી નકલી ડિગ્રી પણ જપ્ત

ગુજરાતમાં નકલીની બોલબાલા જોવા મળી રહી છે. ગઇકાલે કચ્છમાંથી નકલી EDની ટીમ ઝડપાયા બાદ હવે સુરતમાંથી 14 નકલી ડૉક્ટર ઝડપાયા

ગુજરાતમાં નકલીની બોલબાલા જોવા મળી રહી છે. ગઇકાલે કચ્છમાંથી નકલી EDની ટીમ ઝડપાયા બાદ હવે સુરતમાંથી 14 નકલી ડૉક્ટર ઝડપાયા છે. સુરત ઝોન-4 પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. સુરત પોલીસે આ સાથે જ 1200 જેટલી નકલી ડિગ્રી પણ જપ્ત કરી છે.

સુરતમાંથી 14 જેટલા બોગસ ડોક્ટર ઝડપાયા

સુરત ઝોન-4ની બોગસ ડિગ્રી મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 14 જેટલા બોગસ ડોક્ટર ઝડપાયા છે. પોલીસ તપાસ દરમિયાન અન્ય બોગસ ડોક્ટર મળી આવે તેવી શક્યતા છે. મુખ્ય આરોપી જાણીતા ડૉ. રસેશ ગુજરાતીની પણ ધરપકડ કરવામાં આવી છે.

સુરત પોલીસ દ્વારા અમદાવાદના બીકે રાવતની પણ ધરપકડ કરવામાં આવી છે. જે બોર્ડ ઓફ હોમિયોપેઠીનો ડાયરેક્ટર છે. આ તમામ પાસે 1200 જેટલી બોગસ ડિગ્રીના ડેટા પણ મળી આવ્યા છે. BEHM.COM ગુજરાતની વેબ પોર્ટલ બતાવી રજીસ્ટ્રેશન કરતા હતા.

આ સમાચાર શેર કરો