VIDEO : લાકડી-પાઈપ લઈ 13 આરોપીઓ તૂટી પડ્યાં, અમદાવાદના કાસીન્દ્રામાં યુવક પર જીવલેણ હુમલો
અમદાવાદ જિલ્લાના દાસ્ક્રોઈ તાલુકાના કાસીન્દ્રા ગામમાં એક યુવક પર 13 આરોપીઓએ લાકડી-પાઈપ જેવા હથિયારો

અમદાવાદ જિલ્લાના દાસ્ક્રોઈ તાલુકાના કાસીન્દ્રા ગામમાં એક યુવક પર 13 આરોપીઓએ લાકડી-પાઈપ જેવા હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. યુવકને ગંભીર હાલતે સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો.
આ ઘટના ગત 15મી મેના દિવસે ઘટી હતી. કાસીન્દ્રા ગામમાં રહેતા અને હોટેલમાં કેશિયરની નોકરી કરતાં યુવક 27 વર્ષીય મહિપાલસિંહ ભૂપેન્દ્રસિંહ ચૌહાણે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે 15મી મેના રાત્રે નોકરી પરથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે કાસીન્દ્રા ગામમાં જ રબારીવાસમાં રહેતા આ 13 આરોપીઓએ રસ્તામાં તેને આંતરીને લાકડી-પાઈપ જેવા હથિયારો લઈને તેના પર તૂટી પડ્યા હતા અને જીવલેણ હુમલો કર્યો હતો. પોલીસ ભોગ બનનારના નિવેદનને આધારે આ તમામ 13 આરોપીઓ સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
આરોપીઓના નામ :
(1) વેદાંત પ્રવીણભાઈ રબારી
(2) બદ્રીભાઈ રબારી
(3) સ્મીત બદ્રીભાઈ રબારી
(4) મનીષ રાજાભાઈ રબારી
(5) વીશાલભાઈ રબારી
(6) હર્ષીતભાઈ વીરમભાઈ રબારી
(7) અભીષેક રબારી
(8) મૌલીક રબારી
(9) રૂતુરાજ લીલાભાઈ રબારી
(10) ખુશ બદ્રીભાઈ રબારી
(11) પ્રવીણભાઈ રબારી
(12)મીતેશ નાનજીભાઈ રબારી
(13 રોનક નાનજીભાઈ રબારી








