VIDEO : મધ્યપ્રદેશના ધારમાં ગમખ્વાર અકસ્માત, શ્રમિકોની પિકઅપ વાન પલટતાં 12નાં મોતથી અરેરાટી
મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં શ્રમિકોથી ભરેલી એક પિકઅપ વાન પલટી જતાં ગંભીર અકસ્માત સર
મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં શ્રમિકોથી ભરેલી એક પિકઅપ વાન પલટી જતાં ગંભીર અકસ્માત સર્જાયો છે. આ કરુણ દુર્ઘટનામાં મહિલાઓ અને બાળકો સહિત 12 લોકોના મોત થયા છે, જ્યારે 25 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જિલ્લા ભોજ હોસ્પિટલના ડ્યુટી ડોક્ટર ડો. છત્રપાલ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં લાવવામાં આવેલા ઘાયલો પૈકી કેટલાકની હાલત અત્યંત નાજુક છે. વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનનો કુરચો બોલી ગયો હતો. મુખ્યમંત્રીએ આ ઘટના પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી મૃતકોના પરિવારજનોને સહાયની જાહેરાત કરી છે.


