મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ડાંગમાં ડબલ અકસ્માત! સાપુતારા-માલેગામ હાઈવેના 'બ્લેકઝોન'માં બે મોટા વાહનો પલટાયા

ડાંગના સાપુતારા-માલેગામ નેશનલ હાઈવે પર આવેલા બ્લેકઝોન વ

ડાંગના સાપુતારા-માલેગામ નેશનલ હાઈવે પર આવેલા બ્લેકઝોન વિસ્તારમાં બે અલગ-અલગ અકસ્માતો સર્જાયા છે. ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેના વળાંક પર સૌપ્રથમ પ્લાસ્ટિકના દાણા ભરેલા કન્ટેનરની બ્રેક ફેલ થતા તે રક્ષણ દીવાલ સાથે અથડાયું હતું. ત્યારબાદ, તે જ સ્થળે કેમિકલ ભરેલું એક ટેન્કર પણ બ્રેક ફેલ થવાના કારણે દીવાલ કૂદી ખાડામાં ખાબક્યું હતું. સદનસીબે, બંને ઘટનામાં ચાલકોનો ચમત્કારિક બચાવ થયો છે અને કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, વારંવાર થતા અકસ્માતોને પગલે ત્યાં કામ કરતા મજૂરો અને સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો