VIDEO: સુરેન્દ્રનગરના ભોજવા નજીક એસ.ટી. બસને નડ્યો અકસ્માત 10 મુસાફરો દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત
સુરેન્દ્રનગરના ભોજવા નજીક એસ.ટી. બસને ગંભીર અકસ્માત નડતા '
સુરેન્દ્રનગરના ભોજવા નજીક એસ.ટી. બસને ગંભીર અકસ્માત નડતા 'સલામત સવારી'ના દાવાઓ ફરી પોકળ સાબિત થયા છે. ખારાઘોડાથી અમદાવાદ તરફ જતી મુસાફરોથી ભરેલી બસ અચાનક ધડાકાભેર અથડાઈને રોડની બાજુમાં આવેલી ખાડીમાં ખાબકી હતી.આ અકસ્માત સમયે બસમાં સવાર ૩૦થી વધુ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા, જેમાંથી ૧૦ જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે એસ.ટી. તંત્રની કામગીરી સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે.




