'યુદ્ધનો અંત લાવવાનો યોગ્ય સમય', રશિયા- યુક્રેન યુદ્ધ અંગે ઝેલેન્સ્કીનું મોટું નિવેદન
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વિરામ માટે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સંઘર્ષનો અંત લાવવા માટે પ્

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વિરામ માટે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સંઘર્ષનો અંત લાવવા માટે પ્રયત્નશીલ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું કે, રશિયા સાથે ચાલી રહેયા યુદ્ધનો અંત લાવવાનો યોગ્ય સમય છે. સાથી દેશોને મોસ્કો પર રાજદ્વારી દબાણ વધારવા વિનંતી કરી. સોમવારે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી એક પોસ્ટમાં ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે તેમણે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે શાંતિ સ્થાપના ઉદ્દેશ્યથી રાજનીતિક પ્રયાસો પર ચર્ચા પર ભાર મુકવો જોઈએ.
ઝેલેન્સકીએ લખ્યું કે, "મેં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વાત કરી. યુદ્ધનો અંત લાવવાનો હવે યોગ્ય સમય છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે દરેક તકનો પૂર્ણ ઉપયોગ કરીને રશિયા પર યોગ્ય દબાણ લાવો. યુદ્ધ શરૂ કરનાર પક્ષ પર દબાણ એ અંતની ચાવી છે. ઇમેન્યુઅલ અને મેં તમામ વર્તમાન રાજદ્વારી પાસાઓ અને સમજૂતિ મુદ્દે ચર્ચા કરી. હું તેમના સમર્થન માટે આભારી છું. અમે નજીકના ભવિષ્યમાં મળવા સંમત થયા છીએ.
આ નિવેદન ગયા શુક્રવારે યુક્રેનિયન રાષ્ટ્રપતિ અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી મુલાકાત પછી આવ્યું છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે ઝેલેન્સકી સાથેની તેમની ચર્ચામાં, તેમણે બંને પક્ષોને યુદ્ધવિરામ માટે જણાવ્યું હતું. વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે, "મારો મુખ્ય ઉદ્દેશ્ય જીવન બચાવવા અને દરરોજ થઈ રહેલા હજારો મૃત્યુને રોકવાનો છે."
ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે મળ્યા હતા અને તેમની વાતચીત ખૂબ જ સકારાત્મક અને મૈત્રીપૂર્ણ હતી. તેમણે કહ્યું હતું કે તેમણે તાત્કાલિક યુદ્ધ બંધ કરવું જોઈએ. યુદ્ધ વિરામ તરફ આગળ નહીં વધે તો આગળ જતા અત્યંત જટિલ બની જશે. ક્યારેય સમજી નહીં શકાય. બંને પક્ષોએ હત્યાો બંધ કરવી જોઈએ.






