મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: ઈઝરાયલ PM નેતન્યાહૂ જેવા હંગેરી પહોંચશે તેમની ધરપકડ કરીશું, વડાપ્રધાન પીટર મેગ્યારનું વિવાદિત નિવેદન

ઈઝરાયલ અને ઈરાન યુદ્ધ વચ્ચે હંગેરીએ મોટું નિવેદન આપ્યું છે. મળતા અહેવાલ પ્રમાણ

ઈઝરાયલ અને ઈરાન યુદ્ધ વચ્ચે હંગેરીએ મોટું નિવેદન આપ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે  હંગેરીના નવા ચૂંટાયેલા વડા પ્રધાન પીટર મેગ્યારે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ નેતન્યાહૂ સામે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત (ICC) હેઠળ ધરપકડ વોરંટને લાગુ કરશે.

 બેન્જામિન નેતન્યાહૂની અમે ધરપકડ કરીશું

સાથે સાથે દેશના PMએ એ પણ જાહેરાત કરી હતી કે   બેન્જામિન નેતન્યાહૂ જો અમારા દેશમાં આવશે તો તેમને અમે કસ્ટડીમાં લઈશું. હંગેરીના PMની જાહેરાત બાદ સમગ્ર વિશ્વમાં અટકળો વધી છે.  મેગ્યારે પુષ્ટિ આપી હતી કે હંગેરી આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતનું સભ્ય રહેશે.

હંગેરીની નવી સરકાર શું કરી રહી છે?

  વિક્ટર ઓર્બનના નેતૃત્વ હેઠળની હંગેરીની પાછલી સરકારે ICC માંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય 2 જૂન, 2026 ના રોજ અમલમાં આવવાનો હતો; જોકે, નવા વડા પ્રધાન, મેગ્યારે હવે કહ્યું છે કે તેઓ આ નિર્ણયને ઉલટાવી દેશે અને હંગેરી ICC ના સભ્ય રહેશે. એપ્રિલમાં યોજાયેલી ચૂંટણીઓમાં, મેગ્યારે ઓર્બનને હરાવ્યા, જેના કારણે તેમના 16 વર્ષના સરકારના કાર્યકાળનો અંત આવ્યો. ચૂંટણી પ્રચાર દરમિયાન, મેગ્યારે ભ્રષ્ટાચાર, આરોગ્યસંભાળ સેવાઓ અને સામાન્ય જનતાને સીધી અસર કરતી બાબતો જેવા મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો. વધુમાં, તેમણે યુરોપિયન યુનિયન (EU) અને નાટો સાથેના સંબંધોને મજબૂત બનાવવાનું વચન આપ્યું. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે હંગેરીની નવી સરકાર આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન કરવાને પ્રાથમિકતા આપી રહી છે - ભલે તેને ઉચ્ચ કક્ષાના નેતાઓ સામે કાર્યવાહી કરવાની જરૂર પડે.

આ સમાચાર શેર કરો