VIDEO: PAKમાં સુરક્ષાકર્મીઓએ PMને મળવા આવેલા જર્મન મંત્રીનું પર્સ ચેક કરવા માંગ્યું, પછી...
પાકિસ્તાન પોતાની નીતિઓને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. ઘણીવાર તેને પોતાની નીતિઓને

પાકિસ્તાન પોતાની નીતિઓને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. ઘણીવાર તેને પોતાની નીતિઓને કારણે વૈશ્વિક સ્તરે ઘણી ટીકાઓનો સામનો કરી કરવો પડ્યો છે. પાકિસ્તાને ગુરુવારે એક મોટી રાજદ્વારી ભૂલ કરી છે.અને તેનો તે પ્રકાશમાં આવ્યું છે કે પીએમ શાહબાઝ શરીફના નિવાસસ્થાનના પ્રવેશ દ્વાર પર હાજર સુરક્ષા કર્મચારીઓએ જર્મન મંત્રી પાસેથી તેમની હેન્ડબેગ માંગી હતી. સુરક્ષાના કારણોને ટાંકીને સુરક્ષાકર્મીઓએ તેમને બેગ છોડીને પીએમને મળવા જવા કહ્યું.
આ રાજદ્વારી ભૂલને કારણે પીએમ શહબાઝ શરીફની જર્મનીના ફેડરલ ડેવલપમેન્ટ મિનિસ્ટર સ્વેન્જા શુલ્ઝે સાથેની મુલાકાત લગભગ રદ્દ થવાની તૈયારીમાં હતી, પરંતુ છેલ્લી ઘડીએ સુરક્ષાકર્મીઓએ તેમને બેગ સાથે લઈ જવાની મંજૂરી આપી દીધી. આ ડિપ્લોમેટિક લેપ્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના પર યુઝર્સ અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, જર્મનીના ફેડરલ ડેવલપમેન્ટ મિનિસ્ટર સ્વેન્જા શુલ્ઝે ગુરુવારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને મળવા પહોંચ્યા હતા, પરંતુ આ દરમિયાન તેમની સાથે એક અણધારી ઘટના બની હતી. વડાપ્રધાન ગૃહના પ્રવેશદ્વાર પર, સુરક્ષા ગાર્ડ્સે શુલ્ઝને તેમની હેન્ડબેગ તપાસ માટે સોંપવા કહ્યું, તેમને આ બેગ છોડીને પીએમને મળવા માટે કહેવામાં આવ્યું. આના પર શુલ્ઝે બેગ આપવાનો ઇનકાર કરી દીધો અને પોતાની કાર તરફ પાછા વળવા લાગી. આ રીતે, એક મોટી રાજદ્વારી બેઠક અચાનક રદ થાય તે પહેલાં તેણીને તેની હેન્ડબેગ સાથે લઈ જવાની મંજૂરી આપવામાં આવી હતી.
સોશિયલ મીડિયા પર વીડીયો વાયરલ
આ ઘટના સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ હતી, જેમાં લોકોએ વિદેશી મહાનુભાવો પ્રત્યે પાકિસ્તાનના આતિથ્ય પર સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું હતું. લોકોએ તેમની નારાજગી વ્યક્ત કરી અને શૂલ્ઝની સાથે થયેલા વ્યવહારની ટીકા કરી હતી. ઘણાએ કહ્યું કે જો શુલ્ઝે પાછા ફરવાનું નક્કી કર્યું હોત તો તેની પાકિસ્તાનની ચાલી રહેલી આર્થિક વાટાઘાટો પર નકારાત્મક અસર પડી શકે છે.
યુઝર્સ પાકિસ્તાનની ટીકા કરી રહ્યા છે
એક સોશિયલ મીડિયા યુઝરે આ પરિસ્થિતિની મજાક ઉડાવતા કહ્યું, "જો શુલ્ઝ પરત ફર્યા હોત તો પાકિસ્તાનની ભીખ માંગવાની વાટકી ખાલી રહી ગઈ હોત." અન્ય એકે શક્તિ સંતુલન પર ટિપ્પણી કરતા કહ્યું, "તેઓએ તેમની શક્તિ અને સત્તા દર્શાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ શુલ્ઝે તેમને બતાવ્યું કે તેઓ તેમના માટે અપ્રસ્તુત છે. તેમની શક્તિનું પ્રદર્શન બેકફાયર થયું અને તેઓએ જ શરમ અનુભવી."
આ ઘટનાએ રાજદ્વારી મુલાકાત પર કલંક લગાવી દીધો છે, જેનો ઉદ્દેશ્ય જર્મની અને પાકિસ્તાન વચ્ચે સહકારને મજબૂત કરવાનો હતો. આનાથી પાકિસ્તાની સત્તાવાળાઓ દ્વારા વિદેશી મહાનુભાવો સાથેના વ્યવહાર પર સવાલો ઉભા થયા છે.
શાહબાઝ શરીફે જર્મન મંત્રીનું સ્વાગત કર્યું
જો કે, આ ભૂલ સુધાર્યા બાદ, જર્મનીના મંત્રીએ પીએમ સાથે મુલાકાત કરી, આ બેઠકમાં પીએમ શાહબાઝ શરીફે પાકિસ્તાનના સામાજિક-આર્થિક વિકાસ માટે જર્મનીના લાંબા સમયથી સમર્થનની પ્રશંસા કરી. પ્રેસ ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટ (PID) દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રીલીઝ અનુસાર, વડાપ્રધાને પાકિસ્તાન અને જર્મની વચ્ચેના પરસ્પર ફાયદાકારક વ્યાપારી અને આર્થિક સંબંધોની પ્રશંસા કરી અને પાકિસ્તાનના ઔદ્યોગિક વિકાસમાં જર્મનીની મહત્વપૂર્ણ ભૂમિકાને રેખાંકિત કરી.








