Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : UNGA: Donald Trump criticizes the United Nations, China responds in strong words

 UNGA: ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્રની ટીકા કરી,ચીને આકરા શબ્દોમાં આપ્યો જવાબ

Timeછેલ્લું અપડેટ : 24 Sept 2025
લાઇવ ટીવીGoogle News
 UNGA: ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્રની ટીકા કરી,ચીને આકરા શબ્દોમાં આપ્યો જવાબ
સોર્સ : GSTV

UNGA: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આકરા શબ્દોમાં સંયુક્ત રાષ્ટ્રની ટીકા કર્યા બાદ હવે ચીને ટ્રમ્પને જડબાતોડ જવાબ આપ્યો છે. ચીને સંયુક્ત રાષ્ટ્રનું સમર્થન કર્યું છે અને કહ્યું છે કે, આ સંસ્થાએ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ટ્રમ્પે મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં સંબોધન દરમિયાન બળાપો કર્યો હતો કે, ‘મેં સાત મહિનામાં ભારત-પાકિસ્તાન સહિત સાત યુદ્ધો બંધ કરાવ્યા હતા, આ કામ સંયુક્ત રાષ્ટ્રએ કરવાનું હતું, જોકે તેઓ માત્ર પત્ર લખે છે અને કાર્યવાહી કરતું નથી.’

App Store

સંયુક્ત રાષ્ટ્રના અધિકારને જાળવી રાખવા જરૂરી : ચીન
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને ટ્રમ્પના સંબોધન પર પૂછાયેલા સવાલના જવાબમાં કહ્યું કે, ‘ચીનનું હંમેશા માનવું રહ્યું છે કે, આ અશાંત સમયમાં સંયુક્ત રાષ્ટ્રના અધિકારને જાળવી રાખવો અને તેનું રક્ષણ કરવું વધુ જરૂરી છે. સંયુક્ત રાષ્ટ્રના સ્થાપક સભ્ય અને સુરક્ષા પરિષદના કાયમી સભ્ય હોવાના નાતે ચીન આંતરરાષ્ટ્રીય બાબતોમાં સંયુક્ત રાષ્ટ્રની મુખ્ય ભૂમિકાને સમર્થન આપે છે.’

ચીન સંયુક્ત રાષ્ટ્રને જીવંત રાખવા તૈયાર : જિયાકુ
તેમણે વધુમાં કહ્યું કે, ‘ચીન સંયુક્ત રાષ્ટ્રના મિશનને જીવંત કરવા, સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના ઉદ્દેશ્યો અને સિદ્ધાંતો પ્રત્યે પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરવા અને નવા યુગમાં સંયુક્ત રાષ્ટ્રના અધિકાર અને શક્તિને પુનર્જીવિત કરવા માટે અન્ય સભ્ય દેશો સાથે કામ કરવા તૈયાર છે, જેથી વૈશ્વિક શાંતિનું રક્ષણ કરી શકાય."

ટ્રમ્પે શું કહ્યું હતું ?
મંગળવારે, 150થી વધુ વૈશ્વિક નેતાઓ સામે ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્રની કડક શબ્દોમાં ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, ‘મેં હંમેશા કહ્યું છે કે સંયુક્ત રાષ્ટ્રમાં અપાર ક્ષમતા છે, પરંતુ તે તે ક્ષમતાની આસપાસ પણ પહોંચી શક્યું નથી." ટ્રમ્પે આરોપ લગાવ્યો હતો કે, "મોટાભાગના કિસ્સાઓમાં, સંયુક્ત રાષ્ટ્ર ફક્ત એક અત્યંત કડક શબ્દોવાળો પત્ર મોકલી આપે છે અને પછી તેના પર અમલ કરતો નથી. આ ખાલી શબ્દો છે અને ખાલી શબ્દોથી યુદ્ધો ઉકેલાતા નથી."

ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્રની ટીકા કરી હતી
ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખ બનતા 24 કલાકમાં રશિયા-યુક્રેન યુદ્ધ બંધ કરાવવાના બણગા ફૂંક્યા હતા, પરંતુ નવ મહિના પછી પણ તેઓ યુદ્ધ બંધ કરાવી શક્યા નથી અને આ યુદ્ધ અટકે તેવા કોઈ સંકેતો પણ નથી. આવા સમયે ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રશિયા-યુક્રેન યુદ્ધ માટે ભારત અને ચીન પર ફન્ડિંગ કરવાનો આક્ષેપ કર્યો છે. ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર પર માત્ર પત્રો લખીને કાર્યવાહી નહીં કરવાનો પણ આક્ષેપ કર્યો હતો

ટ્રમ્પે સાત યુદ્ધો રોક્યા હોવાનો ફરી દાવો કર્યો
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે સાત યુદ્ધો રોકવાનો દાવો કરતા કહ્યું કે, તેમણે ભારત-પાકિસ્તાન અને ઈઝરાયેલ-ઈરાનના 12 દિવસના યુદ્ધ સહિત સાત “અંતહીન યુદ્ધો' ને અટકાવ્યા છે. આ કામ સંયુક્ત રાષ્ટ્રસંઘે કર્યું હોત તો ઘણું વધુ સારું થતા, પરંતુ આ કામ મારે કરવું પડ્યું.

અમેરિકન પ્રમુખે ભારત-ચીન પર કર્યા ગંભીર આક્ષેપ
રશિયા અને યુક્રેન યુદ્ધ રોકવા ટ્રમ્પે અનેક પ્રયત્નો કર્યા પરંતુ તેમને તેમાં સફળતા મળી નહીં. આ માટે બળાપો કાઢતા અમેરિકન પ્રમુખ ટ્રમ્પે યુક્રેન યુદ્ધમાં ભારત અને ચીન રશિયાને ફન્ડિંગ કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. ટ્રમ્પે કહ્યું કે, ભારત અને ચીન રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદીને યુક્રેનમાં યુદ્ધના મુખ્ય રોકાણકાર દેશો છે. ટ્રમ્પે કહ્યું, નાટો દેશ પણ રશિયા પાસેથી ઉર્જા અને રશિયન ઉર્જા ઉત્પાદનો પર વધુ પ્રતિબંધો નથી મૂક્યા, જે શરમજનક છે. રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યાના ત્રણ વર્ષ પછી પણ અમેરિકા અને યુરોપીયન યુનિયન હજુ પણ રશિયા પાસેથી અબજોના મૂલ્યની ઊર્જાની આયાત કરે છે, જેમાં પ્રાકૃતિક ગેસથી લઈને સંવર્ધિત યુરેનિયમનો સમાવેશ થાય છે.

UN માત્ર પત્રો લખે છે, પાલન કરતું નથી : ટ્રમ્પનો બળાપો
અમેરિકન પ્રમુખ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્રના ઉદ્દેશ્યો પર પણ સવાલ ઉઠાવ્યા હતા અને સંગઠન તેની પૂરી ક્ષમતાનો ઉપયોગ નહીં કરતું હોવાનો દાવો કર્યો હતો. ટ્રમ્પે કહ્યું કે, મોટાભાગના કિસ્સામાં યુએન માત્ર આકરા શબ્દોવાળા પત્ર લખે છે અને તેનું પાલન નથી કરતું. ખાલી શબ્દો યુદ્ધ રોકી શકે નહીં. પેલેસ્ટાઈનને અલગ રાષ્ટ્ર તરીકે હાલ અનેક દેશો માન્યતા આપી રહ્યા છે. આ બાબતનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્રના અનેક સભ્યો સતત સંઘર્ષને વધારવા માટે એકતરફી રીતે પેલેસ્ટાઈનને અલગ દેશતરીકે માન્યતા આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ પ્રકારની જાહેરાત હમાસ આતંકીઓને તેમના અત્યાચારો માટે મોટા ઈનામ સમાન છે.