Video: ફ્લોરિડામાં વિમાન દુર્ઘટના,9 લોકોના મોત

સોર્સ: gstv

અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો, જ્યાં ટેક્સાસથી બહામાસ જઈ રહેલું લિયરજેટ 60 પ્રાઇવેટ બિઝનેસ જેટ વિમાન અચાનક અનિયંત્રિત થઈને જમીન પર તૂટી પડ્યું હતું. આ ભયાનક દુર્ઘટનામાં વિમાનમાં સવાર પાઈલટ સહિત તમામ 9 લોકોના મોત નીપજ્યા છે, જેની પરિવહન મંત્રી શૉન ડફીએ પણ પુષ્ટિ કરી છે. સદનસીબે આ વિમાન નજીકની વસાહતના ઘરો કે વ્યસ્ત રસ્તા સાથે અથડાતા માંડ-માંડ બચી ગયું હતું, નહીંતર તેના કારણે અન્ય મોટી જાનહાનિ થઈ શકત. વિમાન જમીન સાથે અથડાતા જ ભયાનક વિસ્ફોટ થયો હતો અને ચારેય તરફ આગની લપટો સાથે ઘાટો કાળો ધુમાડો છવાઈ ગયો હતો. આ દુર્ઘટના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના માર-એ-લાગો નિવાસસ્થાનથી ખૂબ જ નજીક સર્જાઈ હતી. હાલ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અને એનટીએસબીની વિશેષ ટીમ આ વિમાન દુર્ઘટના પાછળના અસલી કારણોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત