Video: રશિયાએ Tu-95MS સ્ટ્રેટેજિક બોમ્બર વિમાનોને અલાસ્કા નજીક પેટ્રોલિંગ માટે મોકલતા ગરમાવો

રશિયન સંરક્ષણ મંત્રાલયના હવાલાથી મળતી માહિતી મુજબ, આ બોમ્બર વિમાનોએ રશિયાના સુદૂર પૂર્વમાં આવેલા બેરિંગ અને ચુકચી સાગર પર નિર્ધારિત ચક્કર લગાવી. આ વિસ્તાર બેરિંગ અને ચુકચી સાગર અલાસ્કાની ખૂબ જ નજીક આવેલા છે, જે ઉત્તરી પ્રશાંત મહાસાગરને આર્કટિક સાથે જોડે છે. આ વિસ્તાર રશિયા અને અમેરિકા બંને માટે વ્યૂહાત્મક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઉત્તરી અમેરિકાના સરહદી વિસ્તાર નજીક આવા શક્તિશાળી બોમ્બર્સ તૈનાત કરીને રશિયાએ પોતાની સૈન્ય તાકાતનું પ્રદર્શન કર્યું છે. સાથે જ આ ઓપરેશનથી રશિયન એરક્રાઉને મહત્વપૂર્ણ દરિયાઈ વિસ્તારો પર લાંબી ઉડાન ભરવાનો સઘન અભ્યાસ પણ મળ્યો છે. આંતરરાષ્ટ્રીય સરહદ નજીક રશિયાની આ હિલચાલથી બંને દેશો વચ્ચે રાજકીય અને સૈન્ય ગરમાવો વધવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.





