Video: ટ્રમ્પે 18 મહિનામાં 9.8 લાખથી વધુ ઈમિગ્રન્ટ્સની હકાલપટ્ટી કરી

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળના પહેલા ૧૮ મહિનામાં દેશમાંથી લગભગ ૯.૮ લાખ લોકોને હકાલપટ્ટી કરવામાં આવી હતી. જોકે, આ સમયગાળા દરમિયાન અમેરિકામાં ઓછામાં ઓછાં બે વર્ષથી રહેતા અને દેશમાંથી બહાર મોકલાયેલા ઇમિગ્રન્ટ્સમાંથી ૭૧ ટકા લોકો કોઈ ગુનામાં દોષિત ઠર્યા નહોતા. માઇગ્રેશન પોલિસી ઇન્સ્ટિટયૂટના રિપોર્ટમાં આ વિગતો સામે આવી છે. અહેવાલ મુજબ, ૨૦ જાન્યુઆરી ૨૦૨૫થી ૩૧ જુલાઈ ૨૦૨૬ દરમિયાન અમેરિકાના ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ અને કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન દ્વારા આશરે ૯.૮ લાખ લોકોને દેશમાંથી બહાર મોકલવામાં આવ્યા હતા. અમેરિકામાં ઓછામાં ઓછાં બે વર્ષથી રહેતા બિનનાગરિકો સામેની કાર્યવાહી કુલ હકાલપટ્ટીના આશરે ૬૧ ટકા જેટલી હતી. તેમની સંખ્યા લગભગ ૩.૯ લાખ હતી. ટ્રમ્પે બીજા કાર્યકાળમાં ૧૦ લાખ ઈમિગ્રન્ટ્સનો દેશનિકાલ કરવાનો ટારગેટ રાખ્યો હતો.






