VIDEO: નવરાત્રીમાં અનોખી ભક્તિ : શ્વાન પણ ભક્તોની સાથે જોડાયો પાવાગઢ યાત્રામાં
VIDEO: નવરાત્રી પર્વ એટલે માતાજી પ્રત્યેનો અખૂટ શ્રદ્ધા-ભક્તિનો ઉત્સવ. મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શનાર્થે પાવાગઢ ચડવા માટે પગપાળા યાત્રા કરે છે. પરંતુ આ વર્ષે મેઘરજ ના માઈ ભક્તો ગોધરા પહોંચ્યા હતા જે દરમ્યાન એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું છે. અહીં એક શ્વાનને પણ ભક્તો સાથે પાવાગઢ દર્શનાર્થે લઈ જવામાં આવ્યો હતો.વહેલી સવારે પાવાગઢ તરફ જતા પગપાળા ભક્તો વચ્ચે આ શ્વાન ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
ચુંદડી-દોરા અને ભક્તિભાવની સાથે તે માતાજીની યાત્રામાં સામેલ થયો. લોકોને આ નજારો જોઈને આશ્ચર્ય તો થયું, પરંતુ સાથે સાથે મમતા અને ભક્તિનો અહેસાસ પણ થયો.સ્થાનિક ભક્તોના જણાવ્યા અનુસાર, "માતાજીની ભક્તિમાં કોઈ ભેદ નથી. માણસ હોય કે પ્રાણી – જો શ્રદ્ધા હોય તો માતાજી સૌને સ્વીકારી લે છે."આ દૃશ્યે સાબિત કરી દીધું કે ભક્તિભાવ કોઈ મર્યાદામાં બંધાયેલો નથી. નવરાત્રીના આ પાવન પર્વમાં પ્રાણી પણ માતાજીની સેવા અને ભક્તિમાં સામેલ થઈ શકે છે, તે એક અનોખો સંદેશ સમાજને મળ્યો છે.

