મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

તુર્કીને પણ લાગ્યો ઇઝરાયેલના હુમલાનો ડર, અત્યાર સુધી 6 મુસ્લિમ દેશો પર થઇ ચુક્યા છે હુમલા

કતાર પર ઇઝરાયેલે હુમલો કર્યો હતો. આ હુમલા બાદ ઇસ્લામિક દેશો ગુસ્સે થયા છે. કતારના પાટનગર દોહામાં 50 મુસ્લિમ દેશોના નેતાઓ ભેગા થવ

તુર્કીને પણ લાગ્યો ઇઝરાયેલના હુમલાનો ડર, અત્યાર સુધી 6 મુસ્લિમ દેશો પર થઇ ચુક્યા છે હુમલા

કતાર પર ઇઝરાયેલે હુમલો કર્યો હતો. આ હુમલા બાદ ઇસ્લામિક દેશો ગુસ્સે થયા છે. કતારના પાટનગર દોહામાં 50 મુસ્લિમ દેશોના નેતાઓ ભેગા થવાના છે. ઇઝરાયેલે હુમલો કરીને હમાસના કેટલાક સીનિયર કમાન્ડરોને ઠાર કર્યાનો દાવો કર્યો હતો. આ હુમલાને ઇસ્લામિક દેશોએ ઇઝરાયેલ તરફથી રેડ લાઇન પાર કરવા જેવુ માન્યું છે. એવામાં મુસ્લિમ દેશ એક થયા છે અને માનવામાં આવે છે કે તે અમેરિકા પર પણ દબાણ બનાવશે જેથી ઇઝરાયેલ પર કંટ્રોલ કરે.

તુર્કીને લાગ્યો ઇઝરાયેલના હુમલાનો ડર

ઇઝરાયેલી સેનાના ચીફ ઓફ જનરલ સ્ટાફ એયાલ જામિરે કહ્યું હતું કે ગાઝાની બહાર બીજા દેશોમાં પણ હમાસની લીટરશિપ રહે છે. અમે તેમમે ત્યા ટાર્ગેટ કરીશું. ઇઝરાયેલે કતારના પાટનગર દોહામાં હુમલો કર્યો હતો. દોહા તે જગ્યા છે જ્યા હમાસ સાથે સંધિને લઇને ચર્ચાનું આયોજન થતું રહે છે. એવામાં જ્યારે દોહાને ઇઝરાયેલે ના છોડ્યું તો તુર્કીને પણ ખુદ હુમલાનો ડર સતાવી રહ્યો છે. તુર્કીમાં પણ હમાસની લીડરશિપને શરણ મળતી રહે છે.

ઇઝરાયેલ તુર્કી પર લગાવતું રહ્યું છે આરોપ

ઇઝરાયેલ લાંબા સમયથી આરોપ લગાવતું રહ્યું છે કે તુર્કીમાં હમાસને શરણ અને પૈસા મળતા રહ્યાં છે. આ કારણ છે કે તુર્કીને હવે ઇઝરાયેલના હુમલાની ચિંતા છે. માનવામાં આવે છે કે ભવિષ્યમાં ઇઝરાયેલ કોઇ દુસાહસ ના કરે, માટે ઇસ્લામિટ સમિટ બોલાવવામાં આવી છે. આ સમિટ પર દુનિયાની નજર છે કારણ કે તેમાં પાકિસ્તાન, સાઉદી, તુર્કી સહિત દુનિયાના 50 દેશ સામેલ થઇ રહ્યા છે. બે વર્ષમાં ઇઝરાયેલે યમન, લેબેનોન, ઇરાન, સીરિયા, પેલેસ્ટાઇન અને કતાર પર હુમલા કર્યા છે. આ રીતે કૂલ 6 દેશોને તે ટાર્ગેટ કરી ચુક્યુ છે. એવામાં તુર્કી પણ ખુદને સુરક્ષિત માનતું નથી.

આ સમાચાર શેર કરો