મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ટ્રમ્પે વિદેશ મંત્રાલયમાં કર્યો મોટો ઉલટફેર! 29 દેશોમાં તહેનાત અમેરિકાના રાજદ્વારીને પદ પરથી હટાવ્યા

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના બીજા કાર્

ટ્રમ્પે વિદેશ મંત્રાલયમાં કર્યો મોટો ઉલટફેર! 29 દેશોમાં તહેનાત અમેરિકાના રાજદ્વારીને પદ પરથી હટાવ્યા

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળની શરૂઆત પહેલા જ વિદેશ મંત્રાલયમાં મોટો ઉલટફેર કર્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે વિશ્વના વિવિધ દેશોમાં તૈનાત 30 જેટલા વરિષ્ઠ રાજદૂતોને પાછા બોલાવવાનો નિર્ણય લીધો છે. આ તમામ રાજદ્વારીઓની નિમણૂક જો બાઈડનના કાર્યકાળ દરમિયાન કરવામાં આવી હતી.

જાન્યુઆરીમાં સેવાઓ થશે સમાપ્ત

સ્ટેટ ડિપાર્ટમેન્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગયા અઠવાડિયે ઓછામાં ઓછા 29 દેશોમાં તૈનાત રાજદૂતોને જાણ કરવામાં આવી છે કે તેમની સેવાઓ જાન્યુઆરીમાં પૂર્ણ થશે. બુધવારથી જ વોશિંગ્ટન દ્વારા આ તમામ અધિકારીઓને નોટિસ મોકલવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જોકે, આ ફેરફારથી પ્રભાવિત રાજદૂતોની નોકરીઓ જશે નહીં, તેઓ વોશિંગ્ટન પરત ફરીને અન્ય વિભાગોમાં પોતાની સેવાઓ આપી શકશે.

શા માટે લેવાયો આ નિર્ણય?

અમેરિકન વિદેશ વિભાગ દ્વારા આ ફેરબદલને એક 'સામાન્ય પ્રક્રિયા' તરીકે ઓળખાવવામાં આવી હોવા છતાં, જે રીતે 30 દેશોમાંથી રાજદૂતોને પરત બોલાવવામાં આવ્યા છે તેના પરથી વૈશ્વિક સ્તરે મોટા ફેરફારોના સંકેત મળી રહ્યા છે. આ નિર્ણયની સૌથી વ્યાપક અસર આફ્રિકન ખંડ પર જોવા મળી રહી છે, જ્યાં નાઈજીરિયા, સોમાલિયા, યુગાન્ડા, સેનેગલ અને રવાન્ડા સહિત કુલ 13 દેશોમાંથી અમેરિકન રાજદૂતોને હટાવવામાં આવ્યા છે.

એશિયામાં પણ ફિલિપાઈન્સ, વિયેતનામ અને ફિજી જેવા 6 મહત્ત્વના દેશોમાં ફેરફાર કરાયા છે, જ્યારે યુરોપના આર્મેનિયા અને સ્લોવાકિયા જેવા દેશો પણ આ યાદીમાં સામેલ છે. ભારત માટે આ ઘટનાક્રમ ખાસ મહત્ત્વનો છે કારણ કે પાડોશી દેશ નેપાળ અને શ્રીલંકામાંથી પણ બાઈડન કાળના રાજદ્વારીઓ હટાવવામાં આવ્યા છે.

જૂના માળખાને બદલી નવી નીતિને વરેલી ટીમને મેદાનમાં ઉતારવા સજ્જ

ટ્રમ્પ વહીવટીતંત્રનું આ આક્રમક પગલું સ્પષ્ટ કરે છે કે તેઓ જૂના માળખાને બદલીને પોતાની નવી અને 'અમેરિકા ફર્સ્ટ' નીતિને વરેલી ટીમને મેદાનમાં ઉતારવા માટે સજ્જ છે. આ ફેરબદલ માત્ર વહીવટી પ્રક્રિયા નથી, પરંતુ તે આવનારા સમયમાં અમેરિકાની વૈશ્વિક રણનીતિ અને વિદેશ નીતિમાં આવનારા ધરખમ પરિવર્તનોનું પૂર્વાવલોકન પૂરું પાડે છે. ખાસ કરીને મધ્ય પૂર્વના અલ્જીરિયા અને ઇજિપ્ત જેવા દેશોમાં કરાયેલા ફેરફારો સૂચવે છે કે ટ્રમ્પ પ્રશાસન નવા વર્ષમાં એક સંપૂર્ણપણે અલગ રાજદ્વારી અભિગમ સાથે આગળ વધવા માંગે છે.

આ સમાચાર શેર કરો