Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : US Visa news: Big blow for US travelers, renewal appointments are suddenly being canceled in the country, what is the reason?

US Visa news: અમેરિકા જનારાઓને મોટો ઝટકો, દેશમાં અચાનક રિન્યૂઅલ એપોઈમેન્ટસ કેન્સલ થઈ રહી છે, શું કારણ છે?

Timeછેલ્લું અપડેટ : 21 Dec 2025
લાઇવ ટીવીGoogle News
US Visa news: અમેરિકા જનારાઓને મોટો ઝટકો, દેશમાં અચાનક રિન્યૂઅલ એપોઈમેન્ટસ કેન્સલ થઈ રહી છે, શું કારણ છે?
સોર્સ : GSTV

US Visa news: જગત જમાદાર બની બેઠેલા અમેરિકામાં કામ કરી રહેલા હજારો ભારતીયો માટે મોટી સમસ્યા થઈ છે. H-1B વિઝા રિન્યૂઅલ માટે ભાપક આવેલા લોકોને પહેલાથી નક્કી ઈન્ટરવ્યૂ એપોઈમેન્ટસ અચાનક રદ કરી દેવામાં આવ્યા છે. ડિસેમ્બરના બીજા પખવાડિયામાં જે અરજદારોને ઈન્ટરવ્યૂ શિડયૂલ હતા, તેઓને કોઈપણ પ્રકારની અગાઉથી જાણ કર્યા વગર ઘણા મહિનાઓ પછીની તારીખો આપી દેવામાં આવી છે. ઘણા મામલે નવી તારીખ ઑક્ટોબર 2026 સુધી પહોંચી ગઈ છે. જેનાથી લોકોને નોકરી, પરિવાર અને ભવિષ્યનું પ્લાનિગ વચ્ચે લટકી ગયું છે.

App Store

યુએસ વહીવટીતંત્રે વિઝા પ્રક્રિયા કડક બનાવી છે. અહેવાલો અનુસાર, વિઝા અરજદારોની પૃષ્ઠભૂમિ તપાસ અને સોશિયલ મીડિયા ચકાસણી હવે પહેલા કરતાં વધુ કડક રીતે હાથ ધરવામાં આવી રહી છે. પરિણામે, 15 ડિસેમ્બર પછી ભારતમાં નિર્ધારિત તમામ H-1B વિઝા ઈન્ટરવ્યૂ મુલતવી રાખવામાં આવ્યા છે. યુએસ એમ્બેસીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જેમને નવી તારીખ મળી છે તેઓએ જૂની એપોઈન્ટમેન્ટ તારીખે દૂતાવાસમાં રિપોર્ટ ન કરવો જોઈએ, અન્યથા તેઓનો પ્રવેશ નકારવામાં આવશે.

કોને સૌથી વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે?
આ નિર્ણયની સૌથી વધુ અસર એવા લોકો પર પડી છે જેઓ પહેલાથી જ ઇન્ટરવ્યુ માટે ભારત આવ્યા હતા. કારણ કે તેમની પાસે માન્ય H-1B વિઝા સ્ટેમ્પ નથી, તેઓ યુએસ પાછા ફરી શકતા નથી. પરિણામે, ઘણા વ્યાવસાયિકોને નોકરી ગુમાવવાનો સામનો કરવો પડી રહ્યો છે, અને કંપનીઓને પ્રોજેક્ટમાં વિલંબનો સામનો કરવો પડી શકે છે. નવા નિયમોને કારણે માત્ર H-1B જ નહીં, પરંતુ અન્ય વિઝા શ્રેણીઓ માટેના ઈન્ટરવ્યૂ પણ મુલતવી રાખવામાં આવી રહ્યા છે. જોકે, કેટલા અરજદારોને અસર થઈ છે તેના સત્તાવાર આંકડા હજુ ઉપલબ્ધ નથી. ઇમિગ્રેશન નિષ્ણાતો કહે છે કે વર્તમાન પરિસ્થિતિઓમાં વિઝા સ્ટેમ્પિંગ પ્રક્રિયા અત્યંત અનિશ્ચિત બની ગઈ છે.

 કર્મચારીઓ તેમજ કંપની બંનેને મોટી સમસ્યા
મળતી માહિતી અનુસાર, કોઈપણ ચેતવણી વગર એપોઈમેન્ટ રદ થતા કર્મચારીઓ અને કંપનીઓ બંને માટે એક સમસ્યા બની ગઈ છે. આ પ્રક્રિયામાં હવે કોઈ સ્પષ્ટતા કે વિશ્વાસ રહ્યો નથી. એ નોંધનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર પહેલાથી જ H-1B વિઝા કાર્યક્રમ પર કડક વલણ અપનાવી રહ્યું છે. સોશિયલ મીડિયા પ્રવૃત્તિની ચકાસણીમાં વધારો અને તાજેતરમાં H-1B વિઝા ફીમાં ડોલર 100,000 સુધીનો વધારો જેવા પગલાં આ નીતિનો ભાગ માનવામાં આવે છે.