Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : In the Chakchari rape case, the 4-year-old victim showed the way to the police to arrest the accused, know the entire incident

Gandhinagar news: ચકચારી દુષ્કર્મ કેસમાં 4 વર્ષીય પીડિતાએ આરોપીને ઝડપી લેવા પોલીસને રસ્તો બતાવ્યો, જાણો આખો ઘટનાક્રમ

Timeછેલ્લું અપડેટ : 21 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Gandhinagar news: ચકચારી દુષ્કર્મ કેસમાં 4 વર્ષીય પીડિતાએ આરોપીને ઝડપી લેવા પોલીસને રસ્તો બતાવ્યો, જાણો આખો ઘટનાક્રમ
સોર્સ : GSTV

Gandhinagar news: ગાંધીનગરના સેક્ટર-24માં આવેલા ઈન્દિરા નગર છાપરા વિસ્તારમાં 5 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની પીડાદાયક ઘટના કેસમાં આરોપીએ શનિવારે સાંજે પલાયન થવાનો પ્રયાસ કર્યો હતો, જેથી પોલીસે જવાબી કાર્યવાહીમાં પગમાં ગોળી મારી હતી.

App Store

મળતી માહિતી અનુસાર રિકન્ટ્રક્શન દરમિયાન તકનો લાભ લઈ ભાગવાનો પ્રયાસ કરનાર દુષ્કર્મ કેસના આરોપી પર સેક્ટર 21 પીઆઈએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક ગોળી આરોપીને પગમાં વાગી છે. આરોપીને ગત રોજ શનિવારે ગાંધીનર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. દુષ્કર્મી આરોપીને પોલીસ દ્વારા ગોળી મારવામાં આવતા ઘટના પર હાજર લોકોએ ગાંધીનગર અને ગુજરાત પોલીસ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.

મહત્વનું છે કે આરોપી રામસિંગ(રામ ગનીત દેવ નંદન યાદવ) બિહારનો વતની છે, તે સેક્ટર 25 જીઆઈડીસીની એક ડેરીમાં કામ કરતો હતો. તે દુષ્કર્મના ઈરાદે રાત્રે સેક્ટર 24 ઈન્દિરા નગર છાપરા વિસ્તારમાં ફરતો હતો. જ્યાં તેને એક બાળકીને હવસનો શિકાર બનાવી હતી. 

કોઈ ભાળ વગર આરોપીને શોધવો એટલે દરિયામાંથી ટાંકણી શોધવી
સમગ્ર કેસમાં આરોપીને શોધવો પોલીસ માટે પડકારજનક હતો. કારણ કે ફરિયાદીના ઝૂંપડાની આસપાસનો વિસ્તારમાં કોઇપણ પ્રકારના સી.સી.ટીવીથી સજ્જ ન હતો અને બીજી તરફ ભોગ બનનાર બાળકી હોસ્પિટલમાં દાખલ હતી અને ઉંમર ફક્ત ચાર વર્ષની હતી અને સમજણ શક્તિનો અભાવ હતો. એટલે દુષ્કર્મ કોને કર્યું, કઈ જગ્યાએ કર્યું તે શોધવું પોલીસ માટે પડકારજનક હતું. પરિવારજનો પણ બાળકી સાથે ઘટના ઘટી ત્યારે સૂતેલા હતા એટલે કોઈના પણ શંકા પણ  નહતી. જેથી પોલીસે ફરિયાદની ઘરની આગળ પાછળ 300 ઘરોમાં કોમ્બિંગ કર્યું હતું. તપાસ કરતાં કોઈ શંકાસ્પદ લાગ્યું ન હતું. બાદમાં પોલીસે બાળકીના ઘરની આસપાસની અવાવરું જગ્યાઓ પર સઘન ચેકિંગ હાથ હતું. 200 જેટલા પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવી ખૂબ જ ઝીણવટપૂર્વક વિસ્તારની ચકાસણી કરી હતી. છતાં પણ કઈજ પગેરું મળ્યું ન હતું. પણ એક ચમત્કાર કહી શકાય તેવી ઘટના બની અને  ભોગબનનાર બાળકી (વીરાંગના)એ જ પોલીસને આગળની કડી શોધી આપી. 

પોલીસે ભોગ બનનાર સગીર બાળકીને વીરાંગના કહી
બનાવ બન્યા બાદ  ભોગબનનાર બાળકી (વીરાંગના) હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. જેથી પહેલાથી તેની સાથે સેક્ટર-21 મહિલા પોલીસ ઈન્સ્પેકટરને બાળકી સાથે રાખવામાં આવ્યા હતા. સારવાર મેળવ્યા બાદ  ભોગબનનાર બાળકી (વીરાંગના) ધીરે ધીરે સ્વસ્થ થઈ છે. મહિલા પો.ઇન્સ. દ્વારા પ્રથમ બાળકી સાથે આખો  દિવસ સાથે રહી બાળકી સાથે આત્મીયતા કેળવી ભોગબનનાર બાળકી (વીરાંગના)ને  વિશ્વાસમાં લઇ અલગ-અલગ રમતો રમી બનાવ અંગે પૂછપરછ કરવામાં આવી હતી. જેથી ભોગબનનાર બાળકી (વીરાંગના)ને મહિલા પો.ઇન્સ.સાથે મનમેળ થતા વિશ્વાસ આવી હતી અને બનાવ અંગે થોડી થોડી જાણકારી આપી હતી.

ડરેલી બાળકીએ પોલીસને રસ્તો બતાવ્યો 
વાતોવાતોમાં પીડિત વીરાંગનાએ બનાવના સ્થળ અંગે દિશા-નિર્દેશ આપ્યો હતો. જે આધારે બનાવવાળી જગ્યા ભોગબનનાર બાળકી (વીરાંગના)ના  ઘર નજીક આવેલો જંગલ વિસ્તાર હોય તેવું પોલીસને લાગ્યું હતું. આ સમગ્ર બનાવમાં ભોગ બનનાર બાળકી (વીરાંગના)ની ઉમર ફક્ત ચાર વર્ષ છે અને જે ખૂબજ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી હતી છતા પણ મહિલા પો.ઈન્સ.ને ખૂબજ હિંમતપૂર્વક બનાવ અંગે અગત્યની માહિતી આપી હતી. 
 
બાળકી સાચા અર્થમાં વીરાંગના
જે આધારે આ બનાવમાં સંકળાયેલ આરોપીને શોધી કાઢવામાં ભોગ બનનાર બાળકી (વીરાંગના)નાએ જણાવેલી માહિતી પોલીસ તપાસ માટે ખૂબજ અગત્યની સાબિત થઈ હતી. બનાવવાળી જગ્યાએ કોઈ ન હતું એટલે આરોપી ઓળખ કરવી મુશ્કેલ હતી. જેથી વીરાંગના સિવાય કોઇ બતાવી શકે તેમ ન હતું. ત્યારે આટલી નાની ઉંમરમાં પોલીસ તપાસ આગળ વધારવા માટે ખુબ જ મહત્વનો ભાગ ભજવ્યો હતો. ખૂબજ હિંમતપૂર્વક આરોપીનું વર્ણન જણાવી આરોપી અંગે નાની-નાની વિગતો જણાવી હતી.

જેને આધારે પોલીસ તપાસને નવી દિશા મળી હતી અને બનાવ બન્યા બાદ ટેકનિકલ માધ્યમથી જાણવા મળ્યું હતું કે જંગલની ઝાડીઓમાંથી ગંભીર ઇજાગ્રસ્ત હોવા છતાં આ બાળકી આરોપીના ગયા બાદ પોતે ઝાડીઓમાંથી મેટ્રો સ્ટેશન બાજુ જાતે ચાલીને આવી હતી અને આટલા ઘોર અંધારામાં સાતસો થી આઠસો મીટર દૂર પોતાના ઘરે જાતે ચાલીને ગઈ હતી. આરોપીના નિવેદન પરથી પણ જાણવા મળેલ કે, આરોપીએ અંદરની ઝાડીઓમાં સગીર બાળા પર ગંભીર રીતે દુષ્કર્મ આચર્યું હતું, બાળકી અર્ધબેભાન થઇ જતા આરોપી બાળાને જંગલમાં મરવા છોડી દઇ ભાગી ગયો હતો. જેથી ભોગ બનનાર બાળકી (વીરાંગના) ચાર વર્ષની ઉંમરમાં વીરાંગના જેટલી હિંમત બતાવી હતી. જેથી પોલીસે આ બાળકીને વીરાંગના કહી રહી છે.

બાળકીના વર્ણન આધારે શંકાસ્પદ શખ્સ દેખાઈ આવ્યો
ભોગ બનનાર બાળકી (વીરાંગના)ના  જણાવ્યા મુજબ બનાવવાળી જગ્યા જંગલ વિસ્તાર હતી. જ્યાં સ્થળની આસપાસની તપાસ કરતાં બાળકીના ઘરથી દૂર બાળકીએ વર્ણવેલી જગ્યા મળી આવી હતી જેથી પોલીસે તે વિસ્તાર આસપાસ સધન તપાસ શરૂ કરી હતી. બનાવ સમયે આસપાસ એક સી.સી.ટીવી કેમેરામાં શંકાસ્પદ શખ્સ દેખાઈ આવ્યો હતો. જે આધારે શંકાસ્પદ શખ્સને આગળ ટ્રેસ અલગ-અલગ ટીમો દ્વારા સી.સી.ટીવી ચેક કરતા આ શંકાસ્પદ અજાણ્યો ઇસમ સેક્ટર-25 જી.આઇ.ડી.સી તરફ જતો હોવાનું જણાઈ આવ્યું હતું.

આરોપીનો ચેહરો સી.સી.ટીવીમાં સ્પષ્ટ દેખાતો ન હતો. એટલે પોલીસે અંદાજીત 3000 જેટલા મજૂરો તથા  100થી વધુ જી.આઇ.ડી.સીના અલગ અલગ સી.સી.ટીવી કેમેરા ચેક કર્યા હતા. બાદમાં શંકાસ્પદ શખ્સ ક-5 સર્કલ નજીક આવેલ અમૂલના પેકેજિંગ પ્લાન્ટમાં જતો હોવાનું ખૂલ્યું હતું. પોલીસને માહિતી મળી હતી કે અમૂલના પેકેજિંગ પ્લાન્ટ ખાતે છેલ્લા એક વર્ષથી કંટ્રકશનની સાઇટ ચાલુ છે,  જેમાં શંકાસ્પદ જે મૂળ કૈડી મિલ્કી ગામ, નાલંદા, બિહારનો છે તે લેબર કોન્ટ્રાકટરની અંડરમાં મજૂરી કામ કરતો હતો. જ્યાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. 

દુષ્કર્મી આરોપીએ શું કબૂલાત કરી?
આ ગુનાના આરોપી રામ ગનીત દેવનંદન રામરૂપ યાદવ છેલ્લા સાતેક માસથી અમુલ પેકેજીંગ પ્લાન્ટ ખાતે ચાલતા બાંધકામ સાઇડ ઉપર મજૂરીનુ કામકાજ કરતો હતો અને પ્લાન્ટમાં આવેલ લેબર કોલોનીમાં અન્ય મજૂરો સાથે રહેતો હતો જે દરમ્યાન આરોપી અવાર નવાર સેક્ટર-24 ખાતે ખરીદી કરવા જતો હતો તે દરમિયાન  ભોગ બનાર બાળકી(વીરાંગના)ને તેના ઘર નજીક અવાર નવાર જોતો હતો અને ગત તા.15/12/2025ના રોજ રાત્રે બાર વાગ્યાના સુમારે સેક્ટર-24 શોપિંગની પાછળ આવેલ ભોગ બનનાર બાળકી(વીરાંગના)ના રહેણાક છાપરા ખાતે ગયો હતો અને છાપરામાં અંદર પ્રવેશ કરી ભોગ બનનાર બાળકી(વીરાંગના) તેની માતા સાથે ખાટલામાં સૂઈ રહી હતી, માતા ગાઢ નિંદ્રામાં હતી, જેનો લાભ લઈ ભોગ બનનાર બાળકી(વીરાંગના)ને ખાટલામાંથી ઉપાડી લઇ હાથથી મોઢુ દબાવી ચાલતો ચાલતો એલ.ડી.આર.પી. કોલેજની સામે મેટ્રો બ્રિજ પાસે આવેલ અવાવરૂ જંગલની ઝાડીઓમાં લઇ ગયો હતો અને ભોગ બનનારનું મોઢુ દબાવી તેની ઉપર ક્રુરતાપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.

ભોગ બનનાર બાળકી(વીરાંગના) બેભાન થઇ જતા તેને ઝાડીઓમાં બિનવારસી હાલતમાં મુકી ત્યાંથી જતો રહ્યો હતો જેની આરોપીએ કબૂલાત કરી છે. સમગ્ર કેસમાં 100 વધુ પોલીસ કર્મચારીઓએ 200 જેટલા ઝૂંપડાઓ, 200થી વધુ CCTV, 300 મજૂરોની પૂછપરછ કરી જઘન્ય કૃત્ય આચનાર પકડી પાડ્યો હતો. આજે (20 ડિસેમ્બર) ભાગવાની કોશિશ કરતાં પોલીસે બરાબરનો પાઠ ભણાવ્યો હતો. એક ગોળી પગમાં વાગતા હાલ આરોપીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.