Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad news: Sola Civil Hospital flooded with patients due to double season

Ahmedabad news: ડબલ સિઝનને લીધે સોલા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઊભરાઈ, એક સપ્તાહમાં 14,685 OPDના કેસ નોંધાયા

Timeછેલ્લું અપડેટ : 20 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: ડબલ સિઝનને લીધે સોલા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઊભરાઈ, એક સપ્તાહમાં 14,685 OPDના કેસ નોંધાયા
સોર્સ : GSTV

VIDEO: અમદાવાદ શહેર સહિત રાજ્યના શહેરોમાં ડબલ સિઝન અનુભવાઈ રહી છે. જેથી સિઝનલ રોગોએ માજા મૂકી છે. જેને લઈ સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક અઠવાડિયામાં જ 14,685 OPDના કેસ નોઁધાયા છે. જે પોતાનામાં જ એક રેકોર્ડ છે. ડબલ સિઝનને લીધે સોલા સિવિલ દર્દીઓથી ઉભરાયું હતું.  આ આંકડો માત્ર એક સપ્તાહનો છે, જે વાયરલ અને મચ્છરજન્ય રોગચાળાના વધતું પ્રમાણ દર્શાવે છે.

App Store

 સોલા સિવિલમાં મરેરાશ દરરોજ આશરે 2,100થી વધુ દર્દીઓ અહીં સારવાર માટે આવે છે. આ વધારો શિયાળાની ઋતુમાં વધતા શ્વસન સંબંધી રોગો, વાયરલ ઈન્ફેક્શન અને અન્ય મોસમી બીમારીઓના કારણે પણ હોઈ શકે છે. અગાઉના વર્ષોમાં પણ ચોમાસા દરમિયાન OPDમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો, જેમ કે 3,00થી વધુ કેસોનો ઉછાળો જોવા મળ્યો હતો. 

ડબલ સિઝનના કારણે લોકોનાં આરોગ્ય પર થતી ખરાબ અસર જોવા મળી રહી છે. શિયાળાની ઠંડી સાથે અચાનક ગરમી પણ પડી રહી છે. જેથી આ પ્રકારનું અનિયમિત હવામાન આબોહવા પરિવર્તનનું પરિણામ છે, જેના કારણે એક જ ઋતુમાં બે અલગ-અલગ હવામાન પેટર્ન જોવા મળે છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં લો-પ્રેશરને કારણે કમોસમી વરસાદની આગાહી છે. આનાથી લોકોના આરોગ્ય પર ગંભીર ખરાબ અસર પડી રહી છે. 

અમદાવાદ શહેરમાં વાયરલ તેમજ મચ્છરજન્ય રોગચાળો હોવાથી શરદી, ઉધરસ, તાવ  અને વાયરલના કેસનો રાફડો ફાટયો છે. સોલા સિવિલમાં ડૅન્ગ્યુના 105 સેમ્પલ પૈકી 4 કેસ પોઝિટિવ નોંધાયા હતા. આ ઉપરાંત મેલેરિયાના 452 સેમ્પલ પૈકી 2 પોઝિટિવ નોંધાયા હતા. વાયરલના કેસો વધતા બાળકની 100 થી 150 ઓપીડી નોંધાતી હોય છે. જેથી હાલ સોલા સિવિલ હોસ્પિટલમાં 44 બાળકો દાખલ છે.