Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Rajasthan Accident: Ahmedabad tourist bus meets with accident near Mount Abu, 24 passengers injured

Rajasthan Accident: અમદાવાદના પ્રવાસીઓની બસને માઉન્ટ આબુમાં નડયો અકસ્માત, 24થી મુસાફરો ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 21 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Rajasthan Accident: અમદાવાદના પ્રવાસીઓની બસને માઉન્ટ આબુમાં નડયો અકસ્માત, 24થી મુસાફરો ઈજાગ્રસ્ત
સોર્સ : GSTV

Rajasthan Accident: રાજસ્થાનના માઉન્ટ આબુથી અમદાવાદ પરત ફરી રહેલા પ્રવાસીઓ અકસ્માત નડ્યો હતો. રવિવારે (21મી ડિસેમ્બર) સવારે માઉન્ટ આબુના જોખમી વળાંકો ઉતરી રહેલી એક ખાનગી લક્ઝરી બસ પલટી ખાઈ જતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં 24થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે, જે પૈકી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

App Store

બ્રેક ફેઈલ થતા બસ પલટી હોવાની આશંકા
અહેવાલો અનુસાર, બસ જ્યારે પહાડી રસ્તા પરથી નીચે ઉતરી રહી હતી ત્યારે અચાનક બસચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, સંભવિત રીતે બસની બ્રેક ફેઈલ થઈ જવાને કારણે ચાલક બસને નિયંત્રિત કરી શક્યો નહોતો અને બસ માર્ગ પર જ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત થતાની સાથે જ બસમાં સવાર મુસાફરોની ચીસાચીસથી પહાડીઓ ગુંજી ઉઠી હતી.

સ્થાનિકો અને તંત્ર દ્વારા તાત્કાલિક રેસ્ક્યૂ
ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. તમામ ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક માઉન્ટ આબુ અને આબુ રોડની નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.

અમદાવાદમાં રહેતા પરિવારજનોમાં ચિંતા
અહેવાલો મુજબ, કેટલાક મુસાફરોને માથા અને શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તેમને આઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે. બસમાં સવાર મોટાભાગના મુસાફરો અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારના હોવાનું સામે આવ્યું છે. અકસ્માતના સમાચાર મળતા જ અમદાવાદમાં રહેતા તેમના પરિવારજનોમાં ભારે ચિંતા અને ફફડાટ વ્યાપી ગયો છે. અનેક પરિવારો પોતાના સ્વજનોની સ્થિતિ જાણવા આબુ તરફ રવાના થયા છે. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બસમાં ટેકનિકલ ખામી હતી કે ડ્રાઈવરની બેદરકારી, તે દિશામાં તપાસ શરૂ કરી છે.