Market news: આગામી સપ્તાહે શેરબજારમાં કેવો માહોલ રહેશે, જાણો Astro Business

Astro Business
ડૉ. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય
મંગળવાર, તા. 23-12- 2025, શ્રવણ નક્ષત્ર, મકર રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી માહોલ રહેશે. બજાર સમય 2 થી 3 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની ધારણા છે. ફૂડ, એફએમસીજી, ડેરી, કેમિકલ્સ, ફાર્મા સેક્ટરના શેરો પ્રભાવિત થવાની સંભાવના છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રો કોમેડિટીમાં તલ, મગફળી, સરસવ, કપાસ, જવ પ્રભાવિત થવાની શક્યતા છે.
બુધવાર, તા. 24-12-2025, ઘનિષ્ઠા નક્ષત્ર મકર રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય 12થી 1 વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. બેન્ક, ફાયનાન્સ, ફૂડ, એફએમસીજી, શિપિંગ અને એક્સપોર્ટ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં મગ, ધાણા. જીરુ, એલચી, મેન્થા પ્રભાવિત થવાની ધારણા છે
ગુરૂવાર, તા. 25-12-2025 , શેરબજારોમાં નાતાલની રજા
શુક્રવાર, તા. 26-12-2025, પૂ.ભા નક્ષત્ર, કુંભ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફૂડ, ડેરી,, એન્ટરટેઇનમેન્ટ, કેમિકલ્સ, સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. મેટલમાં સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા કપાસ, સોયાબીન, ચણા, સરસવ અને હળદર પ્રભાવિત થવાની ધારણા છે.
સોમવાર, તા. 29-12- 2025, અશ્વિની નક્ષત્ર. મેષ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. , ફાર્મા, એગ્રો, માઇન, , અને મોટર વ્હીકલ્સ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં એરંડા, ગુવાર ગમ,ગુવારસીડ, પીપર અને રાયડો પ્રભાવિત થવાની ધારણા છે.
ડૉ. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય

