Ahmedabad news: VS હોસ્પિટલમા 40 સ્ટાફ નર્સની અવળચંડાઈ સામે AMC ઘૂંટણિયે જોવા મળ્યું

Ahmedabad news: અમદાવાદ શહેરની જાણીતી VS હોસ્પિટલ (શેઠ વાડીલાલ સારાભાઈ જનરલ હોસ્પિટલ) યુનિયન ચલાવતું હોય તેવો ઘાટ ઘડાયો. VS હોસ્પિટલની બોર્ડ બેઠકમાં 40 સ્ટાફ નર્સની ટ્રાન્સફર મેયર ન કરી શક્યા. મહાનગર પાલિકાની આગામી ચૂંટણી પહેલા VS હોસ્પિટલના યુનિયન સામે મેયર કમિશનર ઘૂંટણિયે જોવા મળ્યા હતા. 40 સ્ટાફ નર્સમાંથી 23ને તેમની પસંદગીની જગ્યા ઉપર ટ્રાન્સફર આપવામાં આવી. 17 સ્ટાફ નર્સ હજુ પોતાની પસંદગીની જગ્યા આપે ત્યાં ટ્રાન્સફર કરાશે.
1 તારીખથી LG અને શારદાબેનમાં હાજર થવાની જગ્યા પર બળજબરીથી હાજરી VS હોસ્પિટલમાં પૂરી રહ્યા હતા. મેટર્ન પાસેથી ચોપડો છીનવીને બહાર લઈ જઈને ચોપડામાં હાજરી પુરાવાની ફરિયાદ સામે કોઈ પગલાં નહીં લેવાયા. 20 દિવસ હાજર નહીં થનાર એક પણ કર્મચારીનો પગાર નહીં કપાય.
VS સુપ્રિટેન્ડેન્ટનું વિવાદિત નિવેદન
સુપ્રિટેન્ડેન્ટે અગાઉના નિવેદનમાં 40 સ્ટાફ નર્સ LG અને શારદાબેનમાં હાજર નહીં થવા અને હાજરી નહીં હોવાની વાત કરી હતી. બોર્ડ બેઠક બાદ સુપ્રિટેન્ડે અત્યાર સુધી તમામ સ્ટાફ નર્સ કામ કરતા હોવાની વાત કરી પલટી મારી હતી. પોતાના ઘરની નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાં સ્ટાફ નર્સને ટ્રાન્સફર આપવા VSના યુનિયન સામે તંત્ર મજબૂર જોવા મળ્યું છે.
VS હોસ્પિટલમા 40 સ્ટાફ નર્સની અવળચંડાઈ સામે AMC ઘૂંટણિયે જોવા મળ્યું છે. મ્યુનિસિપલ કમિશનરના આદેશ બાદ પણ 20 દિવસથી નર્સિંગ સ્ટાફની આડોડાઈ હતી. 1 ડિસેમ્બરથી LG અને શારદાબેન હોસ્પિટલમાં ટ્રાન્સફર અપાઈ હોવા છતાં હાજર થયા ન હતા.
VS હોસ્પિટલમાં ઓછા દર્દીઓ હોવાના કારણે સ્ટાફ નર્સની વારાફરતી ટ્રાન્સફર થાય
મ્યુનિસિપલ કમિશનરના આદેશને ઘોળીને પી ગયા VS હોસ્પિટલના સ્ટાફ નર્સના કર્મચારીઓ. VS હોસ્પિટલમાં ઓછા દર્દી હોવાના કારણે દરેક સ્ટાફ નર્સની 3 મહિને ટ્રાન્સફર કરવામાં આવે છે. VS હોસ્પિટલમાં ઓછા દર્દીઓ હોવાના કારણે સ્ટાફ નર્સની તબક્કા મુજબ વારાફરતી ટ્રાન્સફર કરવામાં આવે છે.
અલગ-અલગ યુનિયનના કારણે VS હોસ્પિટલના ખસ્તા હાલ છે. મ્યુનિસિપલ કમિશનર અને મેયરને VSના કર્મચારીઓ ગાંઠતા નથી તે એક સવાલ? અગાઉ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને નિવેદન આપ્યું હતું કે, કોર્પોરેશનના કર્મચારીઓની આંતરિક બદલી ગમે તે જગ્યાએ થાય તે મુજબ કામ કરવું પડે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના સ્ટાફ નર્સના 40 કર્મચારીઓ હાજર નહીં થાય તો સસ્પેન્ડ કરવા સુધીના પગલાં લેવાની વાતનો ફિયાસ્કો હતો.

