Vadodara news: પાદરામાં સગીર પુત્રીએ પ્રેમી અને મિત્ર સાથે મળીને પિતાની હત્યા કરાવી

Vadodra news: વડોદરા જિલ્લાના પાદરામાં હળહળતા કળિયુગની પરાકાષ્ઠા સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં સગીર દીકરીએ જ પોતાના પિતાની હત્યા કરાવી નાખી હતી. આ કૃત્ય આચરવામાં પ્રેમી અને મિત્રની મદદ લીધી હતી. પાદરામાં બનેલી આ ચકચારી કિસ્સામાં પુત્રી સગીરા હોવાથી પોલીસ પણ ચોંકી ઉઠી. પોતાના જન્મદાતાની હત્યા કરાવી દેતા ચોતરફથી હત્યારી દીકરી પ્રત્યે ફીટકારની લાગણી જન્મી છે. પોલીસે હત્યાના ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, વડોદરા જિલ્લાના પાદરામાં જન્મદાતા પિતા શના ચાવડાની સગીર વયની પુત્રીએ પોતાના મિત્ર અને પ્રેમીને સાથે મળી પિતાના હત્યા કરાવી. જો કે, આ કિસ્સામાં થોડાક સમય પહેલા મૃતકએ આરોપી રણજીત વાઘેલા અને તેનો મિત્ર ભવ્ય વિરુદ્ધ પોક્સોનો ગુનો દાખલ કરાવ્યો હતો. જેથી આગાઉ પણ શનાભાઈને ઊંઘની ગોળીઓ આપી હત્યાનો પ્લાન કર્યો હતો. જે અંગે સગીર દીકરીએ હત્યા પહેલા માતા પિતાને ભોજનમાં ઊંઘની ગોળીઓ આપી હતી. જે બાદ ઊંઘમાં જ આરોપીઓએ શના ચાવડાની હત્યા કરી નાખી હતી. આરોપીઓએ મૃતકની છાતી પર 3 વખત ચપ્પુના ઘા માર્યા હતા. જેથી શના ચાવડા મોતને ભેટયો હતો. હત્યા બાદ આરોપીઓ ત્યાથી ફરાર થઈ ગયા હતા. જો કે, પોલીસે ગણતરીના કલાકોમાં સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી લીધો હતો. પ્રેમપ્રકરણમાં પિતા શાના ભાઈ નડતા હોવાથી દીકરીએ જ પિતાની પ્રેમી સાથે મળી હત્યા કરાવી હોવાનો સનસનાટીપૂર્ણ ખુલાસો થયો છે.

