VIDEO: સંખેડાના દમોલીમાં રેતી માફિયાઓ સક્રિય બનતા ગ્રામજનોએ કરી જનતા રેડ
VIDEO: છોટાઉદેપુર જિલ્લામાં રેતી માફિઓ સક્રિય થતા તંત્ર દ્વારા પગલાં ન લેવાતા આખરે જનતા રેડની નોબત આવી છે. જો કે, જનતા રેડનો આક્રોશ જોઈને રેતી માફિયાઓ ઘટનાસ્થળેથી પલાયન થઈ ગયા હતા. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં રેતી માફિયાઓથી ત્રસ્ત થઈ કંટાળીને જનતા રેડ પાડવામાં આવી હતી. રેતી માફિયાઓ વહેલી સવારથી ગેરકાયદે ખનન કરતા ગ્રામજનોએ સવારના સમયે જ જનતા રેડ કરી હતી. ગ્રામજનોએ ખાણ ખનિજને વારંવાર ફોન કરવા છતાં કોઈ ન ફરકતા ગ્રામજનોએ ધરણા શરૂ કર્યા હતા. ખાણ ખનીજ અધિકારી નદીમાં નહી આવે ત્યાં સુધી ધરણા પર ઉતર્યા હતા. સાંજ સુધીમાં કોઈ અધિકારી નહીં આવે તો આવતીકાલ સવારથી ગ્રામજનો આવીને કાનૂન ભંગ કરીને પોતાના ટ્રેક્ટર નદીમાં ઉતારવાની ચીમકી ઉચ્ચારી હતી.
છોટાઉદેપુર જિલ્લામાં ખનીજ વિભાગ રેતી માફિયાઓને સાથ આપતું હોય જેને લઇને સ્થાનિક ગ્રામજનો હવે ખનીજ અધિકારીઓ અને રેતી માફિયાઓ સામે મેદાને પડતા આગામી દિવસોમાં સંઘર્ષ ના એંધાણ વર્તાઈ રહ્યા છે. આ ઉપરાંત રેતીમાંથી કરોડો રૂપિયા રેતી માફિયાઓ કપાઈ છે તેનું કમિશન ઉચ્ચ કક્ષાએ પહોચતું હોવાથી રેતી માફિયાઓને કાઈ થતું નથી. ખનીજ વિભાગ સામાન્ય માણસો સામે રેતી ખનનની પોલીસ ફરિયાદો કરે છે. જ્યારે આખી નદીમાંથી બે નંબરમાં રેતી ઉઠાવનાર ખનીજ માફિયાઓ સામે કેમ પોલીસ ફરિયાદ કરવામાં આવતી નથી.

