Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Trump announces to end US citizenship scheme, will take a tough stance on immigration

અમેરિકાના નાગરિકત્વની આ યોજના ખતમ કરવાની ટ્રમ્પે કરી જાહેરાત, ઈમિગ્રેશન મુદ્દે કડક વલણ અપનાવશે

Timeછેલ્લું અપડેટ : 09 Dec 2024
લાઇવ ટીવીGoogle News
અમેરિકાના નાગરિકત્વની આ યોજના ખતમ કરવાની ટ્રમ્પે કરી જાહેરાત, ઈમિગ્રેશન મુદ્દે કડક વલણ અપનાવશે

અમેરિકામાં નવા ચૂંટાયેલા રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આઠમી ડિસેમ્બરે જાહેરાત કરી હતી કે, ‘અમેરિકન સરકાર અમેરિકામાં જન્મની સાથે જ મળી જતી નાગરિકત્વની યોજના અમે ખતમ કરી દઈશું.’ અમેરિકાના બંધારણના 14માં સંશોધનમાં અમેરિકામાં જન્મની સાથે જ નાગરિકતા આપવાનો કાયદો છે, પરંતુ ટ્રમ્પના આ નિર્ણયથી લોકોના અધિકાર છીનવાઈ જવાની ભીતિ વધશે. તેમજ જે લોકો પાસે અમેરિકામાં કાયદેસર દસ્તાવેજ નથી તેમની મુશ્કેલીઓ વધશે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ પદે શપથ ગ્રહણ કરે તે સમયથી જ કેટલાક મોટા ફેરફારો થવાની સંભાવના જોવા છે. તેમાં ઈમિગ્રેશન મુદ્દે કડક વલણ, ક્રિપ્ટો કરન્સી મુદ્દે સુધારા જેવા ફેરફારો સામેલ છે.

App Store

આ પણ વાંચો: સીરિયામાં સત્તાપલટથી કાશ્મીર મામલે કેમ વધ્યું ભારતનું ટેન્શન! તુર્કીનું પણ કનેક્શન

ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન

એક મીડિયા ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું કે, અમારું લક્ષ્ય પોતાના ચાર વર્ષના કાર્યકાળમાં અમેરિકામાં કાયદેસર રૂપે પ્રવેશ કરાવનારા તમામ ઇમિગ્રન્ટ્સને આશરો આપશે. પરંતુ બાળકોના માધ્યમથી અમેરિકામાં આશરો લેનારા અને પ્રવેશ કરનારા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરાશે, જેના ભાગરૂપે તે બાળકના જન્મતાવેંત મળતા નાગરિકત્વનો કાયદો રદ કરાશે. 

ટ્રમ્પ આ કાયદાઓમાં કરશે ફેરફાર

ડોનાલ્ડ ટ્રમ્પે જાન્યુઆરીમાં શપથ ગ્રહણ કર્યા બાદ બીજા કાર્યકાળની રૂપરેખા રજૂ કરી છે. જેમાં ઈમિગ્રેશન પોલિસી, ક્રિમિનલ જસ્ટિસ, અને કાર્યકારી નેતૃત્વ પર વિવાદાસ્પદ કાર્યવાહીઓનું વચન સામેલ છે. મીડિયા રિપોર્ટ અનુસાર, પોતાના વચનોમાં ટ્રમ્પે અમેરિકામાં ઇમિગ્રન્ટ્સના જન્મેલા બાળકોને જન્મજાત નાગરિકત્વ આપવાનો કાયદો રદ કરવા અને ટ્રમ્પની વિરૂદ્ધ તપાસ કરનારા કોંગ્રેસના સભ્યો સહિત રાજકીય વિરોધીઓ સામે બદલો લેવા પર ભાર મૂક્યો હતો.

કેપિટલ હુમલામાં સામેલ લોકોને માફ કરશે

આ ઉપરાંત ટ્રમ્પે જાહેરાત કરી હતી કે આવતા મહિને ઓફિસમાં મારા પ્રથમ દિવસે જ હું 6 જાન્યુઆરી, 2021ના રોજ કેપિટલ હુમલામાં સામેલ અને દોષિત ઠરેલા સમર્થકોને માફ કરી દઈશ. આ મામલે ઝડપથી પગલાં લેવાશે.

આ પણ વાંચો: સીરિયામાં સત્તા પલ્ટા પછી શાંતિપૂર્ણ હસ્તાંતરણ સુધી જાણો કોને સુકાન સોંપાયું

ગર્ભપાત મુદ્દે કોઈ યોજના નહીં

આ સિવાય ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમે ગર્ભપાતની ગોળીઓની ઉપલબ્ધતાને મર્યાદિત કરવાની કોઈ યોજના નથી બનાવી રહ્યા. ટ્રમ્પે પોતાના પહેલા કાર્યકાળ દરમિયાન ગર્ભપાતનો અધિકાર દૂર કરવાની કવાયત હાથ ધરી હતી.