મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

હુમલાથી થાક્યું હમાસ, યુદ્ધનો અંત લાવવા ઈઝરાયેલ સામે મૂકી આવી શરત

ઈઝરાયેલ દ્વારા ગાઝામાં રાફાહ પર હુમલા વચ્ચે હમાસે હવે આગળ આવીને ઈઝરાયેલને પૂર્ણરૂપે સમ

હુમલાથી થાક્યું હમાસ, યુદ્ધનો અંત લાવવા ઈઝરાયેલ સામે મૂકી આવી શરત

ઈઝરાયેલ દ્વારા ગાઝામાં રાફાહ પર હુમલા વચ્ચે હમાસે હવે આગળ આવીને ઈઝરાયેલને પૂર્ણરૂપે સમજૂતી કરવાની ઓફર કરી છે. હમાસે કહ્યું કે જો ઈઝરાયેલ ગાઝામાં નિર્દોષ લોકો સામે બોમ્બમારો અને હુમલા કરવાનું બંધ કરી દેશે તો અમે બંધકોની મુક્તિ સહિત પૂર્ણરૂપે સમજૂતી કરવા તૈયાર છીએ. 

હમાસે મૂકી શરત...? 

જોકે હમાસે ઈઝરાયેલ સાથે સમજૂતી કરવા માટે એક મોટી શરત મૂકતાં કહ્યું હતું કે ઈઝરાયેલે ગાઝામાં નાગરિકો વિરુદ્ધ યુદ્ધ અને આક્રમકતાનો અંત લાવવો પડશે. હમાસનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈઝરાયેલે હુમલા રોકવા માટે સંયુક્ત રાષ્ટ્રની ટોચની કોર્ટ, ઈન્ટરનેશનલ કોર્ટ (ICJ) આદેશ છતાં દક્ષિણ ગાઝા શહેર રાફાહમાં આક્રમણ કરવાનું ચાલુ રાખ્યું છે. 

બંધકોની મુક્તિ માટે તૈયાર છે હમાસ 

હમાસ અને પેલેસ્ટાઈન સમૂહ અમારા લોકોની આક્રમકતા, ઘેરાબંદી, ભૂખમરાં અને નરસંહાર જેવી સ્થિતિઓની સામનો કરીને પણ યુદ્ધવિરામની મંત્રણા ચાલુ રાખી આ નીતિનો હિસ્સો બનવાનું નહીં સ્વીકારે. તેમાં કહેવાયું છે કે આજે અમે મધ્યસ્થીઓને જણાવી દીધું છે કે જો ઈઝરાયેલ ગાઝામાં નાગરિકો વિરુદ્ધ યુદ્ધ અને આક્રમકતાનો અંત લાવી દેશે તો અમારી તત્પરતા એક પૂર્ણ સમજૂતી સુધી પહોંચવાની છે. જેમાં બંને તરફથી બંધકોની મુક્તિ સામેલ છે. 

ઈઝરાયેલ અગાઉ અનેક ઓફર ઠુકરાવી ચૂક્યું છે

ઉલ્લેખનીય છે કે ઈઝરાયેલ અગાઉ પણ હમાસ દ્વારા કરાયેલી અનેક ઓફર ઠુકરાવી ચૂક્યું છે અને તે કહી ચૂક્યું છે કે અમે હમાસનો સફાયો કરી નાખવા પ્રતિબદ્ધ છીએ. ઈઝરાયેલે કહ્યું હતું કે અમે રાફાહમાં હુમલો બંધકોને મુક્ત કરાવવા અને હમાસના લડાકૂઓને ધરમૂળથી ખતમ કરી નાખવા માટે કર્યો છે. 

આ સમાચાર શેર કરો