અમેરિકા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પની જીત માટે આ ઘટના બની ટર્નિંગ પોઇન્ટ, સમગ્ર વિશ્વમાં થઇ હતી ચર્ચા
20 વર્ષીય થોમસ મેથ્યુ ક્રૂક્સે પેન્સિલવેનિયાના બટલર પાર્કમાં ડોનાલ્

20 વર્ષીય થોમસ મેથ્યુ ક્રૂક્સે પેન્સિલવેનિયાના બટલર પાર્કમાં ડોનાલ્ડ ટ્રમ્પને ગોળી મારી હતી. AR Style 556 રાઈફલમાંથી ચલાવવામાં આવેલી ગોળીમાં ટ્રમ્પ બચી ગયા હતા પરંતુ તેમના કાન ઉપર ઈજા થઈ હતી. થોડીક સેકન્ડ માટે એવું લાગ્યું કે વાર્તા પૂરી. પરંતુ આ 'થોડી સેકન્ડ્સ' યુએસ પ્રમુખપદની ચૂંટણીનો ટર્નિંગ પોઈન્ટ બની હતી.
આ પણ વાંચોઃ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની ઐતિહાસિક જીતના આ છે 6 મુખ્ય કારણો
જો ટ્રમ્પે માથું જમણી તરફ ન ફેરવ્યું હોત, તો તેમના ઈલેક્શનમાં જીત તો દૂર, કદાચ જીવિત રહેવું મુશ્કેલ હતું. હુમલામાં ગોળીથી ટ્રમ્પ જે રીતે બચ્ચા તે કંઈ ચમત્કારથી ઓછું નહોતું. 0.05 સેકન્ડના અંતરે માથું નમાવ્યું અને ગોળી માથાને બદલે જમણા કાનને વિંધીને પસાર થઈ ગઈ.
આ પણ વાંચોઃ '19 ગોલ્ફકોર્સ..., રિયલ એસ્ટેટ કિંગ' અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભારતમાં પણ છે આટલી સંપત્તિ
તેમની અને મોત વચ્ચે મિલિસેકન્ડનો તફાવત હતો
ડોનાલ્ડ ટ્રમ્પે પોતે સ્વીકાર્યું હતું કે, તેમની અને મોત વચ્ચે મિલિસેકન્ડનો તફાવત હતો. ટ્રમ્પ પર થયેલા હુમલાનો વીડિયો ધ્યાનથી જોશો તો આ માહિતી જાણી શકાશે. પોડિયમ પરથી ભાષણ આપતી વખતે ટ્રમ્પ તેમની જમણી બાજુની સ્ક્રીન પર ગેરકાયદેસર ઇમિગ્રેશનના આંકડાઓ જુએ છે. તે સમયે જ ગોળી ચલાવવામાં આવી હતી. ટ્રમ્પનું માથું જમણી તરફ વળ્યું. અને ગોળી કાનને વીંધીને પસાર થઈ ગઈ. ટ્રમ્પે તેના જમણા કાનને હાથ વડે સ્પર્શ કર્યો. હાથ પર લોહી હતું. તરત જ આવી રહેલી બુલેટની દિશામાં જોઈને નીચે નમી ગયા. પ્રથમ ગોળી બાદ પાંચ સેકન્ડમાં બીજો રાઉન્ડ ફાયર કરાયો હતો.
છત પરના સ્નાઈપરે હુમલાખોરને ગોળી મારી દીધી
તાત્કાલિક સિક્રેટ સર્વિસ એજન્ટો સ્ટેજ પર પહોંચીને ટ્રમ્પની આસપાસ માનવ ઢાલ બનાવી. ત્યાં સુધીમાં સશસ્ત્ર સૈનિકોએ સ્ટેજ પર સ્થાન લીધું હતું. થોડી સેકન્ડો પછી છત પરના સ્નાઈપરે હુમલાખોરને ગોળી મારી દીધી. ટ્રમ્પને સીધા તેમની કારમાં લઈ જવામાં આવ્યા. ઘાયલ થયેલા ટ્રમ્પ ગાડીમાં બેસવા સમયે પણ સમર્થકો વચ્ચે હાથ ઊંચા કરીને ફાઈટ... ફાઈટ... ફાઈટ બૂમો પાડતા રહ્યા.
ઇમિગ્રેશન ચાર્ટે ટ્રમ્પનો જીવ બચાવ્યો
જો ટ્રમ્પે તે ઈમિગ્રેશન ચાર્ટ જોવા માટે એ તરફ નજર ફેરવી ન હોત તો ગોળી તેમના જમણા કાનને વિંધીને માથાના પાછળના ભાગમાંથી બહાર નીકળી ગઈ હોત. તેમના માટે જીવવું મુશ્કેલ બની ગયું હોત.
ઘટનાની સકારાત્મક અસર થઈ
ટ્રમ્પ પર હુમલો થતાં જ અનેક લોકો જાહેરમાં સમર્થન આપવા ઊભા થયા. રશેલ ક્લેઈનફેલ્ડ દ્વારા ગયા વર્ષે પ્રકાશિત થયેલા વિશ્લેષણ મુજબ, જ્યારે અમેરિકનો ભાવનાત્મક રીતે વધુ જોડાયેલા છે, તેઓ પ્રેક્ટિલ વિચારસરણી ઉપરાંત લાગણીને વધુ પ્રાધાન્ય આપે છે. જેથી ટ્રમ્પ પર થયેલો હુમલો આપોઆપ બીજા હરીફ પક્ષ પ્રત્યે અણગમાની લાગણી ઉદ્ભવે છે.
કેટલાક અભ્યાસોએ તાજેતરના વર્ષોમાં ચૂંટાયેલા અધિકારીઓ અને જાહેર હોદ્દેદારો સામેની ધમકીઓમાં વધારો દર્શાવ્યો છે. 6 જાન્યુઆરી, 2021ના રોજ જો બાઈડેનની જીતને પલટી નાખવાના પ્રયાસમાં ટ્રમ્પ સમર્થકોએ યુએસ કેપિટોલમાં હુમલો કર્યો હતો. એ ઘટના પણ ટ્રમ્પ માટે આવી જ રીતે નકારાત્મક સાબિત થઈ હતી.








