'19 ગોલ્ફકોર્સ..., રિયલ એસ્ટેટ કિંગ' અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભારતમાં પણ છે આટલી સંપત્તિ
અમેરિકામાં ફરી એકવાર 'ટ્રમ્પ કાર્ડ' ચાલ્યું છે. રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી જીત

અમેરિકામાં ફરી એકવાર 'ટ્રમ્પ કાર્ડ' ચાલ્યું છે. રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી જીતી લીધી છે. જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પની ગણતરી અમેરિકાના સૌથી ધનિક નેતાઓમાં થાય છે. અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બનેલા ટ્રમ્પે આ જીતને અવિશ્વસનીય ગણાવી છે. જો આપણે પ્રોપર્ટીની વાત કરીએ તો અબજો ડોલરની સંપત્તિ સાથે આખી દુનિયામાં બિઝનેસ ફેલાયેલો છે. ટ્રમ્પ મીડિયા ટેક્નોલોજીથી લઈને રિયલ એસ્ટેટ સુધીના બિઝનેસમાં રોકાણ ધરાવે છે.
આ પણ વાંચોઃ 'આ ઐતિહાસિક જીત', અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત બાદ સમર્થકો વચ્ચે પહોંચ્યા ટ્રમ્પ
7 અબજ ડોલરથી વધુ ટ્રમ્પની કુલ સંપત્તિ
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના અમીર નેતા તરીકે ઓળખાય છે, હવે ફરી એકવાર તેઓ વ્હાઇટ હાઉસમાં એન્ટ્રી મેળવી લીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પની નેટ વર્થ 6.6 બિલિયન ડોલરથી 7.7 બિલિયન ડોલરની વચ્ચે હોવાનું કહેવાય છે. એક તરફ ફોર્બ્સ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ટ્રમ્પની પાસે $6.6 બિલિયન અથવા લગભગ 55,590 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, નવેમ્બર 2024માં તેમની નેટવર્થ 7.7 બિલિયન ડોલર અથવા લગભગ રૂ. 64,855 કરોડ જેટલી છે.
વિશ્વના 357મા સૌથી ધનિક વ્યક્તિ
78 વર્ષીય ટ્રમ્પ હવે ફોર્બ્સના રીઅલ-ટાઇમ બિલિયોનેર્સ ટ્રેકર અનુસાર વિશ્વના 357મા સૌથી ધનિક વ્યક્તિ છે. ટ્રમ્પની સંપત્તિમાં આ વધારો તેમની લોકપ્રિયતા અને મીડિયા કંપની ટ્રમ્પ મીડિયા એન્ડ ટેક્નોલોજી ગ્રુપ (TMTG)ના શેરમાં વધારો થવાને કારણે થયો છે. રિપોર્ટ મુજબ ટ્રમ્પની નેટવર્થમાં સૌથી મોટો હિસ્સો ટ્રમ્પ મીડિયા અને ટેક્નોલોજી ગ્રુપનો છે, જ્યારે બીજો સૌથી મોટો હિસ્સો તેમના ગોલ્ફ ક્લબ, રિસોર્ટ અને બંગલાઓનો છે.
ભારતમાં ટ્રમ્પનું રોકાણ
ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં ઘણાં મોટા પ્રોજેક્ટ્સમાં રોકાણ કર્યું છે. તેમની બ્રાન્ડના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ ઝડપથી વિસ્તરી રહ્યા છે અને ટ્રમ્પ નામ સાથે સંકળાયેલ લક્ઝરી પ્રોપર્ટીની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. અત્યાર સુધીમાં ભારતમાં પુણે અને મુંબઈમાં બે ટ્રમ્પ ટાવર્સ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ચૂક્યા છે. જ્યારે ગુરુગ્રામ અને કોલકાતામાં વધુ બે ટ્રમ્પ ટાવરનું નિર્માણ ચાલી રહ્યું છે. ઉદ્યોગના નિષ્ણાતોના મતે ઓછામાં ઓછા ચાર વધુ ટાવરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે ભારતને ટ્રમ્પ બ્રાન્ડ માટે સૌથી મોટા આંતરરાષ્ટ્રીય બજારોમાંનું એક બનાવે છે. ટ્રાઇબેકા ડેવલપર્સ ભારતમાં ટ્રમ્પ બ્રાન્ડના વિશિષ્ટ લાઇસન્સ ધારક છે.
20 એકરમાં ફેલાયેલી છે ટ્રમ્પની આલીશાન હવેલી
વિશ્વના અન્ય અમીરોની જેમ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે પણ ઘણી વૈભવી મિલકતો છે. પછી ભલે તે ફ્લોરિડામાં પામ બીચના કિનારે 10 મિલિયન ડોલરની કિંમતની સુંદર હવેલી હોય કે સેન્ટ માર્ટિનમાં લક્ઝરી પ્રોપર્ટી. વ્હાઇટ હાઉસ છોડ્યા પછી ટ્રમ્પ ફ્લોરિડામાં જ્યાં રહે છે તેનું નામ માર-એ-લાગો છે. તે 1927માં બનાવવામાં આવ્યું હતું અને ટ્રમ્પે તેને 1985 માં ખરીદ્યું હતું.
સેન્ટ માર્ટિનમાં પણ 10 મિલિયન ડોલરથી વધુની પ્રાઈવેટ પ્રોપર્ટી
આ હવેલી 20 એકર વિસ્તારમાં ફેલાયેલી છે. તેમાં 58 બેડરૂમ, 33 બાથરૂમ, 12 ફાયરપ્લેસ, એક સ્પા, સ્વિમિંગ પૂલ, ટેનિસ કોર્ટ અને ગોલ્ફ કોર્સ છે. રિપોર્ટ અનુસાર, 1995માં ટ્રમ્પે તેને ચુનંદા સભ્યપદ ક્લબમાં ફેરવી દીધું હતું, પરંતુ તેમ છતાં તેણે મોટો હિસ્સો પોતાની પાસે રાખ્યો હતો. આ હવેલી સિવાય ટ્રમ્પ પાસે ઘણા શહેરોમાં મોંઘા અને વૈભવી મકાનો પણ છે, ન્યુ જર્સી, કનેક્ટિકટ, હવાઈ, ઈલિનોઈસ અને નેવાડા ઉપરાંત યુરોપ, એશિયા અને દક્ષિણ અમેરિકામાં પણ તેમની પાસે મોંઘી રહેણાંક મિલકતો છે. ફ્લોરિડા સિવાય સેન્ટ માર્ટિનમાં પણ 10 મિલિયન ડોલરથી વધુની પ્રાઈવેટ પ્રોપર્ટી છે.
ડોનાલ્ડ ટ્રમ્પ ગોલ્ફના શોખીન તરીકે જાણીતા છે અને તેમની પાસે 19 ગોલ્ફ કોર્સ પણ છે. તેમનું એરક્રાફ્ટ અને કાર કલેક્શન પણ ટ્રમ્પની સંપત્તિની ઝલક આપે છે. વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પ પાસે 5 એરક્રાફ્ટ છે. રોલ્સ રોયસ સિલ્વર ક્લાઉડથી લઈને મર્સિડીઝ બેન્ઝ સુધી અનેક લક્ઝરી ગાડીઓ છે.
જણાવી દઈએ કે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે પ્રથમ વખત તેમની રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીની જાહેરાત કરી હતી, ત્યારે વર્ષ 2016 માં તેમની કુલ સંપત્તિ 4.5 બિલિયન ડોલર હતી. જો કે અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમની સંપત્તિમાં ઘટાડો જોવા મળ્યો હતો. ફોર્બ્સના ડેટા અનુસાર, 2020માં તેમની સંપત્તિ ઘટીને 2.1 બિલિયન ડોલર થઈ હતી, પરંતુ તેમના કાર્યકાળ પછી તે ફરી વધીને 2022માં 3 બિલિયન ડોલર પર પહોંચી ગઈ હતી.








