'આ ઐતિહાસિક જીત', અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત બાદ સમર્થકો વચ્ચે પહોંચ્યા ટ્રમ્પ
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવી છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમા

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવી છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત બાદ ડોનાલ્ડ ટ્રમ્પ સમર્થકો વચ્ચે પહોંચ્યા હતા. ટ્રમ્પે આ જીતને ઐતિહાસિક ગણાવી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મેળવી જીત
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, આ જીત ઐતિહાસિક, અશ્વિસનીય છે. અમેરિકાના ભવિષ્ય માટે કામ કરીશું. મારી દરેક ક્ષણ અમેરિકા માટે છે. અમેરિકા માટે ઘણો સુવર્ણ સમય છે. અમેરિકાને મહાન રાષ્ટ્ર બનાવીશું.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, અમેરિકાએ અભૂતપૂર્વ જનાદેશ આપ્યો છે. મારી જીત દરેક અમેરિકન જીત છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના વોટર્સને સંબોધિત કરતા કહ્યું, 'આ એક એવી રાજકીય જીત છે, જે આપણા દેશે પહેલા ક્યારેય નથી જોઇ. 47માં રાષ્ટ્રપતિના રૂપમાં હું દરેક દિવસ તમારા માટે લડીશ. આ અમેરિકા માટે એક શાનદાર જીત છે, જે અમેરિકાને ફરી મહાન બનાવશે.'
જનતાએ અમને મજબૂત જનાદેશ આપ્યો- ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે સ્વિંગ સ્ટેટના મતદારોનો આભાર માન્યો હતો. ટ્રમ્પે કહ્યું કે, 'હું તમારા પરિવાર અને ભવિષ્ય માટે લડીશ. અમને સ્વિંગ સ્ટેટના મતદારોનો પણ સાથ મળ્યો છે. આગામી ચાર વર્ષ અમેરિકા માટે સુવર્ણ થવાના છે. જનતાએ અમને મજબૂત જનાદેશ આપ્યો છે.'
આ પણ વાંચો: અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત, કમલા હેરિસ હાર્યા
અમેરિકાના ઇતિહાસમાં આ સૌથી મોટી આર્થિક વાપસી
ડોનાલ્ડ ટ્રમ્પ બાદ અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિના ઉમેદવાર જેડી વેંસે પણ રિપલ્બિકન પાર્ટીના વોટર્સને સંબોધિત કર્યા છે. જેડી વેંસે કહ્યું, 'હું શુભકામના પાઠવવા માંગુ છું. અમેરિકાના ઇતિહાસમાં મહાન રાજકીય વાપસી થઇ છે. અમેરિકન ઇતિહાસમાં આ સૌથી મોટી આર્થિક વાપસી થઇ છે. મહત્ત્વપૂર્ણ છે કે જેડી વેંસે પણ પોતાના વિસ્તારમાં જીત મેળવી છે.'








